Thursday, October 31, 2024
Google search engine
HomeDahod - દાહોદગુજરાત રાજ્યના દાહોદ અને પંચમહાલ સહિત તમામ જિલ્લા મથકે તથા તમામ પાવર...

ગુજરાત રાજ્યના દાહોદ અને પંચમહાલ સહિત તમામ જિલ્લા મથકે તથા તમામ પાવર સ્ટેશનોમાં કુલ ૩૨ જગ્યાઓ ઉપર જી.ઇ.બી.ના કર્મચારીઓ દ્વારા પ્રતીક ઉપવાસના કાર્યક્રમોનું આયોજન થયું

KEYUR PARMAR – DAHOD.

 

ગુજરાત રાજ્યના દાહોદ અને પંચમહાલ સહિત તમામ જિલ્લા મથક તથા તમામ પાવર સ્ટેશનોમાં કુલ ૩૨ જગ્યાઓ પર જી.ઇ.બી.ના કર્મચારીઓ દ્વારા પ્રતિક ઉપવાસના કાર્યક્રમોનું આયોજન થયું. જેમાં સૌથી વધુ જીબીયાના મેમ્બરો રજા મૂકીને પ્રતિક ઉપવાસમાં જોડાઈ ભાગ લીધો. આ તમામ સ્થળો પર શાંતિપૂર્વક પ્રતિક ઉપવાસ થયા. સમગ્ર રાજ્યમાં કુલ ૫૫૦૦ મેમ્બરો દ્વારા થનારા આંદોલનને કારણે જીયુવીએનએલ ના કુલ ૫૦ હજારથી વધુ કર્મચારીઓ / પરિવારોને લાભ થશે અને તમામને સારું ભવિષ્ય પ્રાપ્ત થશે. જીબીયા દ્વારા ઉઠાવેલા પ્રશ્નો મોટે ભાગે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને લાગુ પડે છે. તા.૧૯/૦૨/૨૦૧૮ ના રોજ જીબીયા દ્વારા જીયુવીએનએલ મેનેજમેન્ટને હડતાળની નોટીસ આપવામાં આવેલ ત્યારબાદ મેનેજમેન્ટ તરફથી કોઈપણ પ્રકારના હકારાત્મક પગલાં લેવામાં આવેલ નથી. જીબીયા સાથે ચર્ચા-વિચારણા કરવા માટે મીટીંગનું આયોજન પણ કરવામાં આવેલ નથી રાજ્યમાં ઔદ્યોગિક શાંતિ જળવાઈ રહે અને તેની જવાબદારી જીયુવીએનએલ મેનેજમેન્ટની પણ રહેલી છે. જીબીયા દ્વારા ઔદ્યોગિક શાંતિ જળવાઈ રહે તે માટે પુરતા પ્રયત્નો કરવામાં આવેલ છે પરંતુ મેનેજમેન્ટ દ્વારા જીબીયાની સતત અવગણના કરવામાં આવેલ છે આથી જીબીયાના મેમ્બરો નારાજ થઈ હતાશ થયેલ છે અને નાછૂટકે આંદોલન કરવાની ફરજ પડેલ છે.
જીબીયાના મેમ્બરો દ્વારા સાતમા પગાર પંચમાં મંજુર થયેલ Assured Carrier Progression હેઠળ કર્મચારીઓને કારકિર્દીને પ્રગતિ હેઠળ કાર્યકાળ દરમિયાન 3 વાર ઉચ્ચતર પગાર ધોરણનો લાભ અન્ય રાજ્યોમાં આપવામાં આવે છે હરિયાણા રાજ્યમાં જે રીતે લાભો આપવામાં આવે છે તે રીતે ૮/૧૬/૨૪ વરસે જીયુવીએનએલ હેઠળ લાભ આપવામાં આવે તે જરૂરી છે આમ તમામ મુદ્દાઓ માટે જીવ્યા ના કર્મચારીઓ દ્વારા હડતાળ કરવામાં આવી હતી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments