દરજી સમાજના પરમાર અને સોલંકી પરિવારના પૂર્વજોના ગાથલાજી વારસોથી ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે ટૂંકી રોડ ઉપર આવેલ છે અને આ બંને પરિવારો નિયમિત રીતે તેમના પૂર્વજોના ગાથલાજીના દર્શને આવે છે અને પૂજા અર્ચના કરવામાં આવે છે. આ બંને પરિવારોમાં કોઈપણ માંગલિક પ્રસંગ હોય ત્યારે સૌપ્રથમ તેમના પૂર્વજોનાં ગાથલાજીને આમંત્રિત કરવામાં આવે છે.
અત્યાર સુધી પોતાના પૂર્વજોના ગાથલાજી ખુલ્લામાં હોવાથી દરજી સમાજના ગાંગરડી, ગરબાડા, દાહોદ, ઝાલોદ, વડોદરા અને સુરતના પરમાર અને સોલંકી આ બંને પરિવારોના લોકોએ ભેગા મળી સ્વખર્ચે યથાશક્તિ ફાળો આપી પૂર્વજોના ગાથલા ઉપર મંદિરનુ નિર્માણ કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને ગઇકાલે સોમવારેલાભપાંચમના દિવસે ગાથલાજી મંદિરનુ વાસ્તુ પૂજન અને નવચંડી હવનનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દરજી સમાજના લોકો જોડાયા હતા અને સાંજે કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ પ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.