Thursday, January 23, 2025
Google search engine
HomeDahod - દાહોદGUVNL અને તેને સંલગ્ન તમામ તાબાની કંપની હેઠળના કર્મચારીઓ અને અધિકારીઓના પગાર...

GUVNL અને તેને સંલગ્ન તમામ તાબાની કંપની હેઠળના કર્મચારીઓ અને અધિકારીઓના પગાર મેનેજમેંટ દ્વાર મંજૂર ન કરતાં નવેમ્બર માસમાં કરવામાં આવશે આંદોલન

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અને તેને સંલગ્ન વિવિધ કંપનીઓમાં માન્યતા ધરાવતા બંને યુનિયન/એસોસિએશન દ્વારા કંપનીઓમાં ફરજ બજાવતા તમામ ૫૫ હજારથી વધુ કર્મચારીઓ અને અધિકારીઓ અને સાતમા પગાર સુધારણાં અંતર્ગત આનુસંગિક લાભો અન્વયે સંદર્ભિત પત્રથી સંયુક્ત તથા સ્વતંત્ર નોટિસ રૂપે રજૂઆત કરવામાં આવેલ જે અંગે હજુ ગત રોજ સુધી કોઈ હકારાત્મક પ્રત્યુતર અને માંગણીઓ અન્વય કોઈ કાર્યવાહી મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવેલ ન હોવાથી GUVNL માં માન્યતા ધરાવતા યુનિયન/એસોસિએશનના તમામ કર્મચારીઓ અને અધિકારીઓ સંયુક્ત રીતે સામુહિક હિતો, હક્કો અને ન્યાયિય અધિકારોને ધ્યાને લઈને આર્થિક લાભો સમયસર મળે તેવી માંગણીઓનું સત્વરે નિરાકરણ થાય તે બાબતે ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિ દ્વારા તેઓએ લેખીતમાં રજૂઆત અને ગુજરાત વિકાસ નિગમ લિમિટેડ સાથે ચર્ચા સમયાંતરે કરેલ હતી. સાતમા વેતન પંચ અન્વયે મળવાપાત્ર લાભોની અમલવારી કરવા 2(P) કરારથી થતો જે રાજ્ય સરકાર થી અલગ અને છઠ્ઠા વેતન પંચના પૂર્ણ થતા કરાયેલ કરારની કલમ મુજબ સમય મર્યાદા દસ (૧૦) વર્ષ પૂર્ણ થતા કેન્દ્ર સરકારના કર્મચારીઓને અમલી થતાં ઉર્જા ખાતાની સાથે કંપનીઓના કર્મચારીઓ/અધિકારીઓને સંપૂર્ણ વેતનપંચનો અમલ કરવાનો હોય સદર કલમ મુજબ આશરે ચાર (૦૪) વર્ષ પૂર્ણ થવાના આરે હોવાથી 2(P) કરાર ભંગ થયેલ હોય અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને GEB એન્જિનિયર એસોસિએશન દ્વારા મેનેજમેન્ટ સામે ગાંધી ચિંઘ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવુ જણાવવામાં આવ્યું હતું.

ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન દ્વારા કરવામાં આવનાર આંદોલનના કાર્યક્રમોની કાર્યસૂચિ મુજબ તા.૧/૧૧/૨૦૧૯ ના રોજ તમામ ડિસ્કોમ-જેટકો ના તમામ ડિવિઝનનો સર્કલ ઝોનલ કચેરીઓ તથા તમામ પાવર સ્ટેશન અને તમામ નિગમની કચેરીઓ સામે 6:10 કલાક પછી સૂત્રોચ્ચાર કરવામાં આવશે. ત્યારબાદ તા.૦૮/૧૧/૨૦૧૯ ના રોજ કાળી પટ્ટી પહેરી આવેદનપત્ર આપવામાં આવશે, તા.૧૪/૧૧/૨૦૧૯ ના રોજ તમામ કંપનીઓના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા માસ C.L. નો કાર્યક્રમ રાખવામાં આવશે જો તેમની માગણી પૂરી કરવામાં નહીં આવે તો તા.૨૦/૧૧/૨૦૧૯ પછી ગમે ત્યારે તમામ કંપનીના કર્મચારીઓ અને અધિકારીઓ અનિશ્ચિત મુદ્દતની હડતાલ પર ઉતરશે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments