Monday, April 7, 2025
Google search engine
HomeViramgam - વિરમગામI. T. I. વિરમગામ ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વકૃત્વ સ્પર્ધા યોજાઇ...

I. T. I. વિરમગામ ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વકૃત્વ સ્પર્ધા યોજાઇ તથા તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ અને I. T. I. ના વિદ્યાર્થીઓ દ્વારા મતદાર જાગૃતિ રેલી કાઢવામાં આવી

NILKANTH VASUKIYA – VIRAMGAM
ગુજરાત વિધાનસભાની ચુટણીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે અને વિવિધ રાજકીય પક્ષો દ્વારા પોતાના સત્તાવાર ઉમેદવારોની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ચુટણીપંચ દ્વારા ગુજરાત રાજ્યના મતદારોને જાગૃત કરવાના ઉદેશ્યથી મતદાર જાગૃતી અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. એક પણ મતદાતા મતદાન કરવાથી વંચીત ન રહી જાય તેવા ઉદેશ્યથી વિવિધ સરકારી વિભાગો દ્વારા મતદાન જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ અને I.T.I. વિરમગામના સંયુક્ત ઉપક્રમે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં I.T.I.ના વિદ્યાર્થીઓએ દરેક મતદાતાએ મતદાન કરવુ જોઇએ અને મતદાન કોઇ પણ પરિસ્થીતી માં કરવુ જ જોઇએ તે અંગે અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, તાલુકા સુપરવાઇઝર કે.એમ.મકવાણા, જયેશ પાવરા અને I.T.I. વિરમગામના અશ્વિન પટેલ, કનુ પટેલ સહિત ૨૫૦થી વધુ વિદ્યાર્થી ઓ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ જિલ્લા કલેકટર અવન્તિકા સિંઘની સુચના અનુસાર અમદાવાદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શિલ્પા યાદવના માર્ગદર્શન મુજબ આરોગ્ય વિભાગ દ્વારા મતદાર જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે.
તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, પુખ્ત વયના દરેક વ્યક્તિને મતદાન કરવાનો અધિકાર છે. દરેક મતદારે કોઇ પણ પરિસ્થિતીમાં મતદાન કરવુ જ જોઇએ. મતદાતાએ કોઇ પણ પ્રલોભન, લાલચ કે કોઇનાથી પણ ડર્યા વગર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઇએ. કોઇ પણ મતદાતાએ મારા એક મતથી શુ ફરક પડશે આવુ ન વિચારવુ જોઇએ. વિવિધ ચુટણીમાં એક મતના કારણે હાર-જીત થયાના અનેક દાખલાઓ મોજુદ છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments