આઈ.સી.ડી.એસ. ઝાલોદ ઘટક – ૧ ના આંગણવાડી કાર્યકર બેનોની પૂર્ણા યોજના હેઠળ “પૂર્ણા સખી સહસખી મોડ્યુલ” ની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યકર બેનોને બાળવિકાસ યોજના અધિકારી ઝાલોદ ૧ દ્વારા યોજના અંગેની કામગીરી સારી રીતે કરવા માટેની માહિતી, જિલ્લા પુર્ણા કન્સલ્ટન્ટ દ્વારા યોજના આધારિત માહિતી, RBSK MO દ્વારા આરોગ્ય વિષયક માહિતી, ITI ઇન્સ્ટ્રક્ટર દ્વારા ITI પ્રવેશ અંગેની માહિતી, પોલીસ સપોર્ટ સેન્ટર દ્વારા કાયદાકીય માહિતી આપવામાં આવી હતી.
આ તાલીમનો મુખ્ય હેતુ અને મોડ્યુલ વિષેની જાણકારી હતો. સખી અને સહ સખીની ભૂમિકા શું છે ? અને કામગીરી શું હોય છે જે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. તેમજ યોજના અંતર્ગત કામગીરી કઈ રીતે કરવાની રહેશે તે વિગતે માહિતી આપી ચર્ચા કરેલ. કિશોરીઓના BMI વિશે, HB, IFA ગોળી, કૃમિનાશક ગોળી વિશે તેમજ અન્ય આરોગ્યને લગતી, પોષણ અને આહારને લગતી માહિતી આપવામાં આવી હતી.
એ સાથે જીવનમાં શિક્ષણનું મહત્વ, ITI મા થતા વિવિધ કોષૅ વિશે માહિતી આપવામાં આવી હતી. તેમજ મુખ્ય સેવિકા બહેનોને પૂર્ણા મોડ્યુલ, પોક્સો એક્ટ, હેન્ડ વોશ માસિક ચક્ર, જાતીય હિંસા, લિંગ આધારિત અસમાનતા, સારો સ્પર્શ, ખરાબ સ્પર્શ, નાની ઉમરે થતા લગ્ન વિશે માહિતી આપવામાં આવી હતી. સાથોસાથ પૂર્ણા 2.0 અંતર્ગત વિવિધ પાસાઓ ચર્ચા કરવામાં આવી હતી.
આ દરમ્યાન બાળવિકાસ યોજના અધિકારી ઝાલોદ ૧ દ્વારા યોજના અંગેની કામગીરી સારી રીતે કરવા માટે સૂચન આપવામાં આવ્યું હતું. તાલીમમાં મુખ્ય સેવિકા બેનો, BNM, PSE, ઓફિસ સ્ટાફ વગેરે તાલીમમાં હાજર રહ્યા હતા.