PRIYANK CHAUHAN GARBADA
NewsTok24 માં તા.૦૧/૧૦/૨૦૧૬ ના રોજ પ્રસિદ્ધ થયેલ ગરબાડા ગ્રામ પંચાયત હસ્તકના બંને જર્જરીત ઓરડાઓમાં અસહ્ય ગંદકી બાબતના અહેવાલને પગલે ગરબાડા ગ્રામ પંચાયત દ્વારા આ બંને ઓરડાઓ જમીનદોસ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી.
ગરબાડા ખાતે ગાંધી ચોક વિસ્તારમાં ગ્રામ પંચાયતની બિલકુલ નજીક ગરબાડા ગ્રામ પંચાયત હસ્તકનાં બે ઓરડાઓ વર્ષોથી પડતર અને બિનઉપયોગી હાલતમાં પડી રહેવાના કારણે આ બંને ઓરડાઓ બિલકુલ જર્જરીત થઇ જવાથી આ બંને ઓરડાઓનાં સિમેન્ટનાં પતરા તેમજ દરવાજા પણ તુટી ગયેલ હતા. આ બંને ઓરડાઓ વર્ષોથી પડતર અને બિનઉપયોગી હાલતમાં રહેતાં અને તેમાં વરસાદી પાણીનો ભરાવો થતાં આ બંને ઓરડાઓમાં ભારે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું હતું જેના કારણે રોગચાળો ફેલાવાની પણ દહેશત સેવાઇ રહી હતી.
આ બાબતે Newstok24 માં તારીખ.૦૧/૧૦/૨૦૧૬ ના રોજ અહેવાલ પ્રસિદ્ધ થતાં આ અહેવાલને પગલે સંબંધિત તંત્રએ સફાળું જાગી પોતાની જવાબદારી સ્વીકારી આ બાબતને ગંભીરતાથી લઇ આ બંને ઓરડા જમીનદોસ્ત કરવાની કામગીરી હાથ ધરેલ છે. જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે.