Friday, November 22, 2024
Google search engine
HomeGarbada - ગરબાડાPaytm જેવી ઇ - વોલેટ એપના ઉપયોગથી કેશલેસ તરફ વળતાં ગરબાડાના વેપારીઓ...

Paytm જેવી ઇ – વોલેટ એપના ઉપયોગથી કેશલેસ તરફ વળતાં ગરબાડાના વેપારીઓ તથા યુવાનો

Priyank-new-Passport-Pic-258x300(1)logo-newstok-272-150x53(1)     PRIYANK CHAUHAN GARBADA

હાલમાં રૂ।.૧૦, ૫, ૨, ૧ ના સિક્કા તથા નાની ચલણી નોટોની અછત વર્તાઇ રહી છે ત્યારે Paytm જેવી ઇ-વોલેટ એપ ખુબજ ઉપયોગી નીવડી રહી છે. ગરબાડા નગરના વેપારીઓ તથા યુવાનો પણ Paytm જેવી ઇ-વોલેટ એપનો ઉપયોગ કરી કેશલેસ તરફ વળી રહ્યા છે અને યુવાનો પોતાના મોબાઇલ ફોનમા Paytm જેવી ઇ-વોલેટ એપ ડાઉનલોડ કરી તેના થકી પેમેન્ટ કરી નાસ્તાની દુકાને નાસ્તો કરતાં તથા અન્ય દુકાનોમા માલસમાનની ખરીદી કરતાં નજરે પડે છે.
ગરબાડામા વેપારીઓ પોતાની દુકાનમા Paytm ઇ-વોલેટ એપનો કોડની ઝેરોક્ષ લગાવી રાખતા ઘણાખરા લોકો પેમેન્ટ કરવામાં માટે Paytm  ઇ-વોલેટ એપનો જ ઉપયોગ કરે છે અને સાથે સાથે વેપારીઓ તથા યુવાનો અન્ય લોકોને પણ Paytm જેવી ઇ-વોલેટ એપનો કેવી રીતે ઉપયોગ કરવો તે વિશે માહિતગાર કરી રહ્યા છે. જે તસવીરમા નજરે પડે છે.
BYTE > ગોપાલભાઈ અગ્રવાલ (ફરસાણની દુકાનના વેપારી ગરબાડા) > મે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાયેલી અપીલને ધ્યાનમા રાખીને મારી ફરસાણની દુકાનમાં Paytm ની સુવિધા શરૂ કરી છે જેથી કરી લોકોને આ દિશા તરફ જવાની પ્રેરણા મળે.navi 2images(2)
BYTE > પ્રિયાંક દરજી ગરબાડા (કરન કોમ્પ્યુટર્સ) > આમ તો હું વધુ પડતો નેટબેંકિંગનો જ ઉપયોગ કરું છુ પરંતુ હાલમાં નાની ચલણી નોટોની અછત વર્તાઇ રહી છે જેના કારણે હું Paytm ઇ-વોલેટનો ઉપયોગ કરું છુ અને બીજા યુવાનોને તથા અન્ય લોકોને પણ Paytm જેવી ઇ-વોલેટ એપનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિશે મિહિતગાર કરી રહ્યો છુ. Paytm જેવી ઇ-વોલેટ એપનો ઉપયોગ એન્ડ્રોઇડ મોબાઇલ ફોનથી થતો હોવાથી ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ સાથે રાખવાની જરૂર પડતી નથી. જેથી લોકો આવી એપનો ઉપયોગ સરળતાથી કરી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments