Friday, April 4, 2025
Google search engine
HomeGarbada - ગરબાડાR.R સેલે ગરબાડા પોલીસને સાથે રાખી દેવધા ગામે રેડ પાડી રૂ।.૬૧૨૫૦/- ની...

R.R સેલે ગરબાડા પોલીસને સાથે રાખી દેવધા ગામે રેડ પાડી રૂ।.૬૧૨૫૦/- ની કિંમતનો વિદેશી દારૂ તેમજ બિયરનો જથ્થો ઝડપી પાડી રૂ।.૨૦૦૦૦/- બાઇક સહિત કુલ રૂ। ૮૧૨૫૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો

PRIYANK CHAUHAN – GARBADA

આર.આર. સેલ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરાના પોલીસ સ્ટાફના માણસોએ બાતમીના આધારે ગરબાડા તાલુકાના દેવધા ગામે ગરબાડા પોલીસને સાથે રાખી રેઇડ પાડી રૂ।.૬૧૨૫૦/- ની કિંમતની ૮૬૫ નંગ વિદેશી દારૂ-બીયરની બોટલો તથા રૂ।.૨૦૦૦૦/- કિંમતની મોટરસાઇકલ સહિત કુલ રૂ।.૮૧૨૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.

પોલીસ વિભાગ તરફથી મળેલ માહિતી મુજબ, પોલીસ મહાનિરીક્ષક પંચમહાલ ગોધરા રેન્જ ગોધરાનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાના ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આર.આર.સેલ ગોધરાના પોલીસ સ્ટાફના માણસો આજ તા.૧૨/૦૯/૨૦૧૭ ના રોજ પેટ્રોલીંગમાં નીકળ્યા હતા તે દરમ્યાન તેઓને ખાનગી બાતમી મળેલ કે, દેવધા ગામે ખાનનદી ફળિયામાં રહેતા જાલાભાઈ હરસીંગભાઈ દેહદા પોતાના રહેણાંક મકાનમાં પરપ્રાંતિય દારૂ-બીયરનો જથ્થો સંતાડી રાખેલ છે તે બાતમીના આધારે દેવધા ગામે આવી ગરબાડા PSI ને બાતમીથી વાકેફ કરતાં ગરબાડા PSI તેમના સ્ટાફના માણસો સાથે આવી જતાં તેઓને સાથે રાખી તે સ્થળે તપાસ કરતાં બાતમી વાળા ઈસમના ઘરની પાછળ બનાવેલ ઓરડીમાં ઝડતી તપાસ કરતાં તેની ઓરડીમાંથી પરપ્રાંતીય દારૂ-બીયરની જુદાજુદા માર્કાની છૂટી બોટલો તેમજ શીલબંધ ખાખી પુઠાની પેટીઓ મળી આવેલ જેની ગણતરી કરતાં રૂ।.૫૬૪૫૦/- ની કિંમતની ૭૬૯ નંગ દારૂ-બીયર બોટલો મળી આવેલ તથા ઓરડીની થોડે દૂર પડેલ જીજે.૨૦પી.૫૪૦૧ નંબરની સ્પ્લેંડર પ્રો મોટર સાઇકલ ઉપર એક કંતાનના થેલામાં ઝડતી તપાસ કરતાં થેલામાંથી પણ રૂ।.૪૮૦૦/- ની કિંમતની ૯૬ નંગ ગોવા વ્હીસ્કીની બોટલો મળી આવતા પોલીસે પરપ્રાંતીય દારૂ-બીયરની કુલ ૮૬૫ નંગ બોટલો કિંમત રૂ।.૬૧૨૫૦/- નો જથ્થો તથા રૂ।.૨૦૦૦૦/- ની કિંમતની સ્પ્લેંડર પ્રો મોટર સાઇકલ મળી કુલ રૂ।.૮૧૨૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરી ગરબાડા પોલીસ સ્ટેશનમાં લાવેલ છે.

આ બાબતે આરઆર સેલ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરાના અ.હે.કો. નવધણભાઈ સરતાનભાઈએ દેવધા ગામના જાલાભાઈ હરસીંગભાઈ દેહદા વિરુદ્ધ ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ગરબાડા પોલીસે ગરબાડા પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૮૦/૧૭ બોમ્બે પ્રોહી એક્ટ કલમ.૬૫(ઇ), ૯૮(૨) મુજબ જાલાભાઈ હરસીંગભાઈ દેહદા વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments