અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે ૧૫મી ઓગસ્ટની જિલ્લા કક્ષાની ઉજવણીમાં બીબીબીપી અમદાવાદના નોડલ ઓફિસર નરેન્દ્રસિંહ રાઠોડને ઉત્કૃષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરાયા

0
94

અમદાવાદે ભારત સરકારમાં ડિસ્ટ્રીક્ટ ગુડ પર્ફોમીંગ “બેટી બચાઓ બેટી પઢાઓ ૨૦૧૯”નો ખાસ એવોર્ડ મેળવ્યો છે.

૧૫મી ઓગસ્ટના દિવસે દેશભરમાં સ્વતંત્ર્ય દિવસની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ધોળકા ખાતે આયોજિત અમદાવાદ જિલ્લાના જીલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી કાર્યક્રમમાં અમદાવાદના “બેટી બચાઓ બેટી પઢાઓ” અભિયાનના નોડલ ઓફિસર નરેન્દ્રસિંહ રાઠોડને “બેટી બચાઓ બેટી પઢાઓ” અભિયાન અંતર્ગત ઉત્કૃષ્ઠ કામગીરી કરવા માટે પ્રશસ્તિ પત્ર અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી ઇશ્વરસિંહ પટેલ, અમદાવાદ કલેક્ટર વિક્રાંત પાંડે, જીલ્લા પંચાયત પ્રમુખ જીતેન્દ્રસિંહ ચૌહાણ, પુર્વ ધારાસભ્ય કાન્તિ લકુમ સહિત મોટી સંખ્યામાં સરકારી અધિકારીઓ, કર્મચારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. નરેન્દ્રસિંહ રાઠોડને સરકારી અધિકારીઓ કર્મચારીઓ તથા શુભેચ્છકો દ્વારા સોશિયલ મિડીયા અને રૂબરૂ મળીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
અમદાવાદના “બેટી બચાઓ બેટી પઢાઓ” અભિયાનના નોડલ ઓફિસર નરેન્દ્રસિંહ રાઠોડને આપવામાં આવેલ પ્રશસ્તિ પત્રમાં જણાવ્યા મુજબ, “બેટી બચાઓ બેટી પઢાઓ” અભિયાન અંતર્ગત વર્ષઃ-૨૦૧૭/૧૮ તથા વર્ષઃ- ૨૦૧૮/૧૯માં સમાજને જાગૃત કરવા માટેના વિવિધ સંવેદનશીલ કાર્યક્રમો તેમજ એડવોકેસી સત્રો દ્વારા અવેરનેશ જનરેશન અને આઉટ રીચ એક્ટિવીટીમાં શ્રેષ્ઠ કામગીરી કરી ભારત સરકારમાં ડિસ્ટ્રીક્ટ ગુડ પર્ફોમીંગ “બેટી બચાઓ બેટી પઢાઓ ૨૦૧૯” નો ખાસ એવોર્ડ મેળવવા બદલ શ્રી નરેન્દ્રસિંહ એલ રાઠોડ (નોડલ ઓફિસરશ્રી, બીબીબીપી, અમદાવાદ) આપને આ ઉત્કૃષ્ઠ કમગીરી બદલ પ્રશસ્તિ પત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવે છે. આમ લખેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here