દાહોદ જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેકોટ હસ્તકના આયુષ્માન આરોગ્ય મંદિર “આરોગ્યમ પરમ્ ધનમ” રાબડાલ ખાતે RBSK પ્રોગ્રામ અંતર્ગત કિશોર કિશોરીઓને આરોગ્ય લગતી માહીતી અપાવમાં આવી. જેમ કે કિશોરી અવસ્થામાં આવતા બાળકોમાં ફેરફાર, અવાજ બદલાવો, શારીરિક ફેરફાર, જલ્દી વ્યશનની લત લાગી જવી તેમજ સમુદાયમાં ફેલાતા જુદા જુદા રોગો જેવા કે ટીબી, લેપ્રશી, મેલેરીયા, ડેન્ગ્યુ, સીકલ સેલ અંગે સમજ અપાવવામાં આવી અને આપણે આવી બીમારીઓથી કઈ રીતે બચી શકીએ તે અંગે સમજ અપાવવામાં આવી તથા કિશોર કિશોરીઓને બેગ, પાણીની બોટલ, કંપાસ બોક્સ તથા શર્ટ, ટોપી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
આયુષ્માન આરોગ્ય મંદિર “આરોગ્યમ પરમ્ ધનમ” રાબડાલ ખાતે R.B.S.K. પ્રોગ્રામ અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવ્યો
RELATED ARTICLES