THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS
ગોધરા મહાનિરીક્ષક ગોધરા રેન્જ DIG એમ.એસ. ભરાડા, દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર, નાયબ પોલીસ અધિક્ષક બી.વી. જાદવ સાહેબનાઓએ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા ડ્રાઇવનું આયોજન કરેલ હોઇ તેના અનુસંધાને અને તેઓના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ફતેપુરા પી.એસ.આઇ. બરંડા અને એ.એસ.આઈ કહેરભાઈ ગુલસીંગભાઈ અને મહેશભાઈ પ્રતાપભાઈ અને પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં નીકળેલા તે દરમિયાન પી.એસ.આઈ. બરંડાને ખાનગી બાતમી દાર થી બાતમી મળેલી છે મુજબ ભીંટોડીનો આરોપી IPC કલમ 363, 366 પોસ્કો એકટ કલમ ૮ મુજબનો ગુનેગાર અને ભોગ બનનાર બંને તાપી જીલ્લાના વાલોડ તાલુકામાં ખાબલા ગામે મજૂરી કામ કરવાની બાતમી મળતા સદર આરોપીની તપાસ કરતા ભોગ બનનારની સાથે મળી આવતા ફતેપુરા પોલીસને સફળતા મળી હતી આ આરોપીને પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો