Friday, August 14, 2026
Google search engine
HomeDev Baria - દેવ.બારીયાદેવગઢ બારીયા સબ જેલમાંથી પોકસોના સેશન્સ ટ્રાયબલ ગુન્હાના ફરાર આરોપીને ગણતરીના કલાકોમાં...

દેવગઢ બારીયા સબ જેલમાંથી પોકસોના સેશન્સ ટ્રાયબલ ગુન્હાના ફરાર આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી દાહોદ જીલ્લા પોલીસ

પંચમહાલ રેન્જના ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક સિંદિપસિંઘ (IPS) તથા રવિરાજસિંહ જાડેજા (IPS) પોલીસ અધિક્ષક દાહોદ તરફથી દેવગઢ બારીયા સબ જેલમાંથી લીમખેડા પોલીસના પાર્ટ.એ.ગુ.ર.નં. ૧૦૪૯/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ – ૧૭૩ (૨), ૮૭, ૬૪ (૨) (એમ), ૬૫ (૧), ૩૫૧ (૩) તથા પોકસો એકટની કલમ – ૪, ૬ મુજબના સેશન્સ ટ્રાયેબલ ગુન્હાના કામનો આરોપી મનોજભાઇ ભરતભાઇ કટારા ઉ.વ-૨૨ રહેવાસી-હાથીયાવન તા.લિમખેડા જિ-દાહોદ વાળો સને-૨૦૨૫ થી દેવગઢ બારીયા સબ જેલ ખાતે ઉપરોકત ગુન્હાના કામે જેલમાં હતો જે તા.૦૮/૦૨/૨૦૨૬ ના રોજ જેલમાંથી ફરાર થઇ ગયેલ. જે અન્વયે જેલ ફરાર આરોપી વિરુધ્ધ દેવગઢ બારીયા પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ-એ.ગુ.ર.નં.૦૧૭૩/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ-૨૬૨ મુજબ ગુન્હો નોધાયેલ. જેને પકડી પાડવા સારૂ જરૂરી માર્ગદર્શન તેમજ સુચના આપેલ.

જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક એ.કે. કલાસવા લીમખેડા વિભાગ લીમખેડાનાઓના માર્ગદર્શન હેઠળ દાહોદ જીલ્લાની LCB, SOG, પેરોલ ફર્લો તેમજ લીમખેડા ડીવીઝનની અલગ – અલગ પોલીસ ટીમો કાર્યરત હતી જે અન્વયે ઉપરોકત ટીમને આરોપી તેના ઘરે આવ્યાની સચોટ માહીતી મળતા આરોપીના ઘરે જઇ તપાસ કરતા ઉપરોકત ગુન્હાનો જેલ ફરાર આરોપી તેના ઘરેથી મળી આવતા આરોપી વિરુધ્ધ હાલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આ સમગ્ર કામગીરી કરનાર અધિકારી / કર્મચારીઓ જેમાં (૧) P.I.એસ.એમ. ગામેતી (L.C.B. શાખા), (૨) P.I.એસ.જે. રાણા (S.O.G. શાખા), (૩) P.I.કે.સી. વાઘેલા (પેરોલ ફર્લો સ્કોડ), (૪) P.I. કે.કે.રાજપુત (દેવગઢ બારીયા પોલીસ સ્ટેશન), (૫) P.I. બી.કે.ચાવડા (લીમખેડા પોલીસ સ્ટેશન), (૬) P.S.I. ડી.આઇ.સોલંકી (દેવગઢ બારીયા પોલીસ સ્ટેશન) તેમજ સાથેના દાહોદ જિલ્લાના અલગ – અલગ પોલીસ ટીમોના કર્મચારીઓ દ્વારા આ સફળતા પૂર્વક કાર્યવાહી કરી અને હાલ આરોપી વિરુધ્ધ દેવગઢ બારીયા પોલીસ સ્ટેશન ખાતે જેલમાંથી ફરાર થયા અંગેની નોંધાયેલ ફરિયાદની ઊંડાણ પુર્વક તપાસ દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર કે.કે.રાજપુતનાઓ દ્વારા હાલ ચાલુ છે.

આ પકડાયેલ જેલ ફરાર આરોપી નામે મનોજભાઇ ભરતભાઇ જાતે-કટારા રહે-હાથીયાવન તા. લીમખેડા જિ-દાહોદ કે જે દેવગઢ બારીયા સબ જેલમાંથી ફરાર પોકસોના સેશન્સ ટ્રાયેબલ ગુન્હાનો આરોપી હતો તેને ગણતરીના દિવસોમાં જ શોધી કાઢવામાં દાહોદ જીલ્લા પોલીસને સફળતા મળેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error code: 521 1