હાલ દાહોદ જિલ્લામાં રાષ્ટ્રીય પોષણ માસ ૨૦૨૬ની ઉજવણી ચાલી રહી છે તે અંગે દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડો.સુધીર જોશીએ સંજેલી તાલુકાના માંડલી સેજાના પીછોડા ગામની આંગણવાડી કેન્દ્ર પીછોડા-૨ ની મુલાકાત લીધી.
દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડો.સુધીર જોશીએ સંજેલી તાલુકાના પિછોડા ગામની પિછોડા-૨ આગંણવાડી કેન્દ્રની મુલાકાત લીધી. મુલાકાત દરમિયાન આંગણવાડી કાર્યકર બહેન, તેડાગર બહેન, તેમજ ગામનાં સગર્ભા, ધાત્રી માતાઓ, બાળકો કિશોરીઓ વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
પોષણ માસની ઊજવણી અંતર્ગત કાર્યકર, તેડાગર બહેનો દ્રારા THR અને મિલેટસ્ માંથી બનાવેલ વાનગીનું નિદર્શન કરવામાં આવ્યું. પોષણ માસની મુખ્ય થીમ “આપણી આંગણવાડી આપણી જવાબદારી” અંતર્ગત 5 મુખ્ય થીમની વિગતવાર ચર્ચા કરવામાં આવી. પોષણમાસ દરમિયાન લોકોની સહભાગિતા વધે. વધુમાં વધુ લાભાર્થી યોજનાનો લાભ લઈ શકે. તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું પોષણ માસ દરમિયાન પિછોડા-૨ કેન્દ્રની શાળામાં ન જતી કિશોરીઓને પુનઃ પ્રવેશ આપવામાં આવ્યો અને આ કિશોરી સ્કુલ સુધી સાથે જાય એની બીજી ૫ કિશોરીઓને જવાબદારી સોંપવામાં આવી.
આ સાથે કિશોરીઓ અને લાભાર્થીઓ સાથે સીધો સંવાદ સાધીને THR (પૂરક પોષણ) તેમજ મિલેટ્સ આધારિત વાનગીઓના મહત્વ વિશે સમજણ આપવામાં આવી, ત્યારબાદ તમામ સહભાગીઓ દ્વારા પોષણ શપથ લેવામાં આવ્યા હતા.


