દાહોદ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના જાહેર થેયલા ચૂંટણી પરિણામમાં આખરે સંજેલી તાલુકા પંચાયતની ચૂંટણી આખરે લોહિયાળ બની ગઇ હતી.
સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે જાહેર થયેલ સંજેલી તાલુકાની તાલુકા પંચાયતની માંડલી બેઠક પર 1. ડો.ચિરાયુ. અમરસિંહ બામણીયા – ભાજપ 1404 મત, 2. હરિશ્ચંદ્ર ગોરધનભાઈ રીસરતા – કોંગ્રેસ 458 મત અને 3. ધવલકુમાર પ્રભાતભાઈ બામણીયા – અપક્ષ 613 મત મળતા હારેલા અપક્ષ ઉમેદવાર પોતાની હાર સહન ન થતા માંડલી ગામના અમરસિંહભાઈ બામણીયાના પરિવારના 5 સભ્યો ચૂંટણી જીતીયા બાદ ડીજે સાથે ઘરે જતા હતા ત્યારે વિરોધ પાર્ટીના અપક્ષ ઉમેદવારોએ પીછોડા લીમડા ક્રોસિંગ પાસે મારક હથિયાર લાકડીઓ, ધારિયા થી હુમલો કર્યો હતો બપોર 2 વાગ્યા ના સમયે પુરી યોજના બનાવીને આ હુમલો કરવામાં આવ્યો હોવાના સમાચાર વાયુ વેગે પ્રસરી ગયા હતા.
આ બનાવના પગલે ઝાલોદ Dy.S.P. ડી.આર પટેલ તેમજ સંજેલી સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો હાલમાં 4 જેટલા ઘાયલ ઈસમોને સંજેલીના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી છે.


