દાહોદ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દાહોદ નગર બાલ વિભાગ દ્વારા શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે “મટકી ફોડ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બાલ સ્વયંસેવકોમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. કાર્યક્રમમાં 55 બાલ સ્વયંસેવકો તથા 20 અન્ય ઉપસ્થિતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે નગર ટીમમાંથી 03, જિલ્લા સ્તરેથી 02 તથા વિભાગ સ્તરેથી 01 કાર્યકર્તાની ઉપસ્થિતિ રહી હતી.
આ રીતે કાર્યક્રમમાં કુલ 81 ઉપસ્થિતોની નોંધપાત્ર હાજરી રહી હતી. સમગ્ર કાર્યક્રમ આનંદ, શિસ્ત અને સંગઠનભાવ સાથે સંપન્ન થયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાલ સ્વયંસેવકોમાં ભારતીય સંસ્કૃતિ, પરંપરા, શિસ્ત, ટીમભાવના અને સામાજિક એકતાની ભાવના વધુ મજબૂત કરવાનો હતો.


