પંચમહાલ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધી ચૌધરી તથા દાહોદ જીલ્લાના પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાનાઓએ જીલ્લામાં તમામ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિઓ પર રોક લગાવવા તથા ગેરકાયદેસર પ્રવૃતિઓ કરતા હોય તેવા ઇસમો વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને S.O.G. P.I. એસ.જે. રાણાનાઓના માર્ગદર્શન હેઠળ P.S.I. એસ.યુ. જોષી, S.O.G. શાખાના પોલીસ કર્મચારીઓ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન આ.પો.કો. રાજેન્દ્રકુમાર મનસુખભાઇ નાઓને બાતમી હકિકત મળેલ કે, સુખસર પોલીસ સ્ટેશન વિસ્તારના લખનપુર ગામમાં આવેલા ભાડાના મકાનમાં એક બોગસ તબીબ મેડીકલ ડીગ્રી કે પ્રમાણપત્ર નહીં હોવા છતાં ક્લિનિક ખોલી લોકોની સારવાર કરે છે તેવી સચોટ બાતમી મળેલ જે આધારે S.O.G. દાહોદ ટીમ દ્વારા સ્થળ ઉપર રેઇડ કરતા હકિકતવાળો ઇસમ પ્રાંજલ અસીત જાતે મંડલ ઉ.વ.૨૦ ધંધો મેડીકલ પ્રેક્ટીસ રહે.ઉત્તરદતા પારા પો.મોલ્લા બેલીયા જી.નદીયા, પશ્ચીમ બંગાલ, હાલ રહે. ઝાલોદ, બસ સ્ટેશન સામે માળીની વાડીની બાજુમાં તા.ઝાલોદ જી.દાહોદ વાળો ક્લિનિકમાં દર્દીઓની સારવાર કરતો મળી આવેલ જેથી મેડીકલ ઓફિસરને સ્થળ ઉપર બોલાવી જગ્યાની તપાસ કરતા કિ.રૂ.૪૯,૦૦૬/- ની જુદા-જુદા પ્રકારની દવા, ગોળી, બોટલો, ઇન્જેકશનો તથા અન્ય મેડીકલ દવા સારવાર કરવાના સાધન-સામગ્રી મળી આવેલ જે કબજે લઇ સદરહું ઇસમ વિરૂધ્ધ લોકોના સ્વાસ્થય સાથે ચેડાં કરવા બદલ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૧૨૫ તથા ધી ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એકટ ૧૯૬૩ ની કલમ ૩૦,૩૩ મુજબ કાયદેસર કાર્યવાહી કરવા સારૂ સુખસર પો સ્ટે ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાાહી કરેલ છે.
લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા બોગસ તબીબને સુખસર પો.સ્ટે. વિસ્તારના લખનપુર ગામેથી મેડીકલને લગતી સાધન સામગ્રી તથા મેડીસીન (દવાઓ) ઓના કુલ રૂા. ૪૯,૦૦૬/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી દાહોદ S.O.G. શાખા
RELATED ARTICLES


