Monday, September 28, 2026
Google search engine
HomeFatepura - ફતેપુરાફતેપુરા થી યાત્રાધામ માનગઢને જોડતો માર્ગ તૂટી જતા લોકોને હાલાકી, અવર -...

ફતેપુરા થી યાત્રાધામ માનગઢને જોડતો માર્ગ તૂટી જતા લોકોને હાલાકી, અવર – જવર કરવામાં ભારે મુશ્કેલીનો કરવો પડી રહ્યો છે સામનો 

દાહોદ જિલ્લાના ફતેપુરા થી માનગઢને જોડતો માર્ગ તૂટી જવાથી લોકોને અવર-જવર કરવામાં બહુ જ મુશ્કેલનો સામનો કરવો પડે છે. માનગઢ ધામની પવિત્ર ભૂમિ આદિવાસી સમાજની આસ્થાનું કેન્દ્ર અને ગુરુ ગોવિંદની તપોભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. માનગઢ ધામ ખાતે વર્ષોથી 24 કલાક અખંડ ધૂણી ચાલતી આવી છે ગુજરાત સહિત અનેક રાજ્યોના લોકો માટે પવિત્ર યાત્રાધામ છે

દર પુનમે ખાસ કરીને માગસરી પૂનમે ભવ્ય મેળો ભરાય છે સાથે 17 નવેમ્બરે બલિદાન શતાબ્દી સમારોહ સહિત અનેક દિવસોમાં માનગઢ ની પવિત્ર ધૂણી પર હજારોની સંખ્યામાં લોકો આવતા જતા હોય છે. માનગઢ મોટી સંખ્યામા પહોંચી ગુરુ ગોવિંદની ધુણીના દુનિયા દર્શન કરી પ્રતિમાને ફુલહાર ચઢાવી પ્રદર્શની નિહાળી ધન્યતા અનુભવતા હોય છે ગુજરાત સરકાર તેમજ રાજસ્થાન સરકાર દ્વારા માનગઢ ધામનો છેલ્લા દસ વર્ષમાં બહોળો વિકાસ કરવામાં આવ્યો છે પવિત્ર યાત્રાધામ હોવાથી આ સ્થળ પર દૈનિક હજારો લોકો અવર જવર કરતા હોય છે જેના કારણે લોકો ની આજીવિકા માટેનું પણ સ્થળ બન્યું છે.

માનગઢ તરફ આવવા જવાના માર્ગો ને ડબલ ટ્રેક બનાવવામા તંત્ર તેમજ ગુજરાત સરકાર ઉદાસીનતા દાખવામા આવી રહી છે ફતેપુરા થી ડુંગર ગઢરા માનગઢ તરફનો માર્ગ સાવ સિંગલ પટ્ટી અને તૂટેલો છે તેમ છતાં આ માર્ગને ડબલટ્રેક કે નવીન બનાવવાની કામગીરી કરવામાં આવતી નથી આ બાબતે લાગતા વળગતા અધિકારીઓ નેતાઓ પણ રસ લઈ આમાં જોડાય અને જોતરાઈ કામ કરે તેવી લોકમાંગ છે

ભમરીકુંડાથી માનગઢ તરફ જવાનો માર્ગ પણ ગત ચોમાસામાં વરસાદી માહોલમાં ધરાશય થઈ જતા તે પણ તૂટી જવા પામ્યો હતો પરંતુ આજ દિન સુધી આ માર્ગની મરામત કામગીરી હાથ ન ધરાતા ભક્તોમાં રોષ ફાટી નીકળેલો જોવા મળી રહ્યો છે સરકાર દ્વારા ફતેપુરા થી માનગઢ તરફના માર્ગો તેમજ ભમરીકુંડાના માર્ગોની મરામત કામગીરી હાથ ધરવામાં આવે તેવી પ્રબળ લોક માંગ ઉઠવા પામી છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

Document
1