લોકશાહીના પર્વમાં પરિવાર સાથે મતદાન કર્યું: મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરવાની અપીલ કરતા મંત્રી રમેશભાઈ કટારા
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત આજે દાહોદ જિલ્લામાં ઉત્સાહપૂર્ણ માહોલમાં મતદાન યોજાઈ રહ્યું છે, ત્યારે કૃષિ મંત્રી રમેશભાઈ કટારા એ લોકશાહીના મહાપર્વમાં સહભાગી થઈ હિંગલાના બાટીયા ફળીયા વર્ગ પ્રાથમિક શાળા ખાતે ખાતે પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું અને મતાધિકારનો ઉપયોગ કરી નાગરિક તરીકેની પવિત્ર ફરજ અદા કરી હતી. તેમણે મતદારો સાથે સંવાદ કરી લોકશાહીના ઉત્સવમાં તેમની સહભાગિતાને બિરદાવી હતી અને પ્રોત્સાહિત કર્યા હતા.
રમેશભાઈ કટારાએ કહ્યું કે, રાજ્યમાં સવારથી જ શાંતિપૂર્ણ અને ઉત્સાહજનક માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. મજબૂત લોકશાહી, સમાજ અને રાષ્ટ્ર નિર્માણ માટે મતદાન કરવું એ દરેક જાગૃત નાગરિકની પ્રાથમિક અને પવિત્ર ફરજ છે. લોકશાહીની સફળતાનો આધાર નાગરિકોની સક્રિય ભાગીદારી પર રહેલો છે, ત્યારે વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા પ્રત્યેક મતદારને તેમણે અપીલ કરી હતી.
મંત્રી રમેશભાઈ કટારા અને તેમના ધર્મપત્ની ગાયત્રીબેન રમેશભાઈ કટારા સજોડે મતદાન કર્યા બાદ વડીલ મતદારો સાથે આત્મીય સંવાદ કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા.


