લોકશાહી ના આ પર્આવમાં આજે તા.૨૬/૦૪/૨૦૨૬ ને રવિવારના રોજ સવારમાં મતદાન કરનાર જુજર ઝાબુઆવાલાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ આનંદ અને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, મતદાન કરવાનો અનુભવ તેમના માટે ખૂબ જ ઉત્સુકતા ભર્યો અને આનંદદાયક રહ્યો છે. દાહોદના રહેવાસી યુવા મતદાર જુજર ઝાબુઆવાલાએ અન્ય નાગરિકોને પણ અપીલ કરી હતી કે, તેઓ લોકશાહી પ્રક્રિયામાં સક્રિય રીતે જોડાય અને પોતાના મૂળભૂત અધિકારનો ઉપયોગ કરીને મતદાન અવશ્ય કરવુ જોઈએ. તેમણે ઉમેર્યું કે, દરેક મત લોકશાહીને મજબૂત બનાવે છે અને જવાબદાર નાગરિક તરીકે મતદાન કરવું અત્યંત જરૂરી છે.
મત લોકશાહીને મજબૂત બનાવે છે અને જવાબદાર નાગરિક તરીકે મતદાન કરવું અત્યંત જરૂરી છે. – યુવા મતદાર જુજર ઝાબુઆવાલા
RELATED ARTICLES


