પ્રાપ્ત માહિતી અનુસાર BAPS સંસ્થાના આધ્યાત્મિક પ્રગટ ગુરૂહરિ મહંત સ્વામી મહારાજ દ્વારા સ્વરચિત ‘સત્સંગ દીક્ષા’ ગ્રંથના કુલ ૩૧૫ સંસ્કૃત શ્લોકોનો એકસાથે મુખપાઠ કરીને વિશ્વભરના ૧૫,૦૦૦થી વધુ બાળ-બાલિકાઓએ અનોખો વિશ્વવિક્રમ સર્જ્યો હતો. આ ઐતિહાસિક સિદ્ધિની નોંધ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ છે. ત્યારે આ વિશ્વવિક્રમી સિદ્ધિમા દાહોદ જિલ્લાના પણ ૧૫થી વધુ બાળ – બાલિકાઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈને સફળતાપૂર્વક મુખપાઠ કર્યો હતો અને દાહોદ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું.
આ સિદ્ધિના ઉપલક્ષ્યે BAPS સ્વામિનારાયણ મંદિર, દાહોદ ખાતે આયોજિત વિશેષ સન્માન સમારોહમાં ઉપસ્થિત પૂજ્ય સંતો અને મહાનુભાવોના હસ્તે આ તમામ બાળ – બાલિકાઓને ગિનિસ વર્લ્ડ રેકોર્ડના પ્રમાણપત્રો, તથા ગોલ્ડ મેડલ અર્પણ કરીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.



