દાહોદ નગર પાલિકાની ચૂંટણીની મતગણતરી આજે સવારે દાહોદ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે શરુ થઇ હતી. જ્યાં નવ વોર્ડ માટેની ગણતરી થઇ હતી. જેમાં દાહોદ નગર પાલિકાના કુલ નવ વોર્ડના પરિણામો આવતા આજે ભાજપએ કુલ 20 બેઠકૉ ઉપર વિજય મેળવ્યો હતો. જયારે કોંગ્રેસ એ 14 બેઠકો મેળવી હતી, જયારે અપક્ષ 2 ઉમેદવાર જીત્યા હતા અને દાહોદ નગર પાલિકામાં ભાજપનું બોર્ડ બન્યું હતું. ભાજપની નવી ટીમ માટે આ જીત અને ટૂકાગાળાની જીત લોકમતે સારી કહેવાય અને લોકોને હવે આ ટીમ ઉપર ખુબ આશાઓ છે કે તેઓ લોક હિતના કામો કરશે અને લોકોની સમસ્યાઓના નિરાકરણ લાવશે. દાહોદ ભાજપને વોર્ડ નંબર 2, 4 અને 5 માં પેનલ નો વિજેતા થયો હતો જ્યારે વોર્ડ નંબર 7 અને વોર્ડ નં 1 મા અપસેટ સર્જાયો હતો તે સાથે 20 સીટો થી જ ભાજપને સંતોષ માનવો પડ્યો હતો.
દાહોદ નગર પાલિકા ની ચૂંટણી મા દરેક વિજેતા ઉમેદવારને NewsTok24 ની ટીમ વતી હાર્દિક શુભકામનાઓ.


