પંચમહાલ રેન્જના પોલીસ મહાનિરીક્ષક વિધી ચૌધરી તથા દાહોદ જીલ્લાના પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાનાઓએ નશીલા પદાર્થોની બદી સદંતર નેસ્તનાબુદ થાય તેમજ તેની હેરાફેરી અટકાવવા તથા યુવાધનમાં નશીલા પદાર્થોના વધતા જતા ઉપયોગને રોકવા સુચનાઓ આપેલ હોય જેના અનુસંધાને SOG શાખાના P.I. એસ.જે. રાણા તેમજ P.S.I. એસ.યુ. જોષીનાઓના માર્ગદર્શન હેઠળ SOG શાખાના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન અ.પો.કો. અરવિંદભાઇ પાંગળાભાઇનાઓને તેઓના અંગત બાતમીદારથી બાતમી મળેલ કે, દાહોદ જીલ્લાના દાહોદ તાલુકાના મોટીખરજ ગામે સંગાડીયા ફળીયામાં રહેતા મેસુલભાઇ વીછીયાભાઇ જાતે દેહધા નાઓ પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે ગાંજો રાખી વેચાણ કરે છે.
જેથી ઉપરોકત બાતમી આધારે વર્કઆઉટ કરી પંચો સાથે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં બાતમી હકીકતવાળો ઇસમ મેસુલભાઇ વીંછીયાભાઈ જાતે દેહધા હાજર મળી આવતાં તેને સાથે રાખી ઘરની ઝડતી કરતાં ઘરમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો મળી આવેલ જેથી એફ.એસ.એલ. અધિકારીને સ્થળ ઉપર બોલાવી મળી આવેલ વનસ્પતિજન્ય માદક પદાર્થનું પરિક્ષણ કરતાં બંન્નેમાં મેરીજુઆના ઘટકો હોવાનું સકારાત્મક પ્રમાણપત્ર આપવામાં આવેલ જેથી ઉપરોક્ત મુદ્દામાલ કબજે લઇ સદરહું ઇસમ ધોરણસર અટક કરી તેના વિરુધ્ધ એન.ડી.પી.એસ. એકટ મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
SOG શાખા દ્વારા કબજે કરેલ મુદ્દામાલમાં વનસ્પતિજન્ય સુકા ગાંજાનું વજન ૧.૮૯૦ કિલોગ્રામ ની કિ.રૂ.૯૪,૫૦૦/- સાથે આરોપી મેસુલભાઇ વિછીયાભાઇ જાતે દેહધા ઉ.વ.૫૯ ધંધો ખેતી રહે.મોટી ખરજ, સંગાડીયા ફળીયું તા.જી.દાહોદ પાસેથી મળી આવેલ આ વનસ્પતિજન્ય સુકા ગાંજાને પકડવામાં કામગીરી કરનાર અધિકારી – કર્મચારીમાં (૧) એસ.જે. રાણા PI SOG. દાહોદ (૨) એસ.યુ.જોષી PSI SOG. દાહોદ (૩) ASI જયેશકુમાર શાંતીલાલ, (૪) ASI સુનીલકુમાર સોમાભાઇ, (૫) અ.હે.કો. સુનિલભાઇ મથુરભાઇ, (૬) અ.હે.કો. ગણપતભાઇ મીઠલુભાઇ, (૭) અ.હે.કો. દિવાનભાઇ જામસિંગભાઇ, (૮) અ.હે.કો. પ્રદીપભાઇ ભીખુભાઇ, (૯) અ.હે.કો. દિનુભાઇ ધીરૂભાઇ, (૧૦) અ.હે.કો. જીતેન્દ્રભાઈ સુબાભાઈ, (૧૧) અ.હે.કો. શૈલેષભાઇ મોહનભાઇ, (૧૨) અ.પો.કો. અરવિંદભાઇ પાંગળાભાઇ, (૧૩) આ.પો.કો. સંદિપભાઇ પરથીભાઇ, (૧૪) આ.પો.કો. રાકેશભાઇ વસનાભાઇ, (૧૫) આ.પો.કો. રાજેન્દ્રભાઈ મનસુખભાઇ, (૧૬) અ.લો.ર. હેમંતકુમાર અમૃતભાઇ, (૧૭) વુ.પો.કો. મનિષાબેન નરભેરામભાઇ તથા (૧૮) ડ્રા.હે.કો. ચંદનસિંહ નવલસિંહને સફળતા મળેલ છે.


