દાહોદ જિલ્લા ના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ પો.સ્ટે.વિસ્તારમા પંચેલા ગામેથી ખુલ્લી જગ્યામા ગંજી પત્તાપાનાથી હારજીતનો જુગાર રમી રમતા ચાર ઇસમોને રોકડ રકમ કિ.રુ.૩૦,૬૧૦/- તથા મોબાઇલ ફોન, બાઈક મળી કુલ કિ.રુ.૧,૧૦,૬૧૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ.
મળેલ માહિતી મુજબ દાહોદ LCB ટીમને બાતમી હકીકત આધારે મોજે પંચેલા ગામની સીમમાં ખુશાલી હોટલની પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો કે જેમાં 1. તખતભાઈ બલવર્તભાઈ પટેલ ઉ.વ.32, ધંધો.ખેતી રે.પંચેલા હોળી ફળિયું તા.દેવ.બારીયા, જી.દાહોદ, 2. ભાવેશભાઈ દિલીપભાઈ દરજી ઉ.વ.38, ધંધો.વેપાર રે.પીપલોદ ફિણા સોસા, તા.દેવ. બારીયા, જી.દાહોદ, 3. પ્રભાતભાઈ નરપતભાઈ ભરવાડ ઉ.વ.29, ધંધો.ખેતી રે.પંચેલા ભરવાડ ફળિયું. તા.દેવ.બારીયા, જી.દાહોદ, 4. ધનશ્યામભાઈ રમેશભાઈ ભરવાડ ઉ.વ.27, ધંધો ખેતી રે.પંચેલા ભરવાડ ફળિયું, તા.દેવ.બારીયા, જી.દાહોદ નાઓ જુગાર રમે છે. જે આધારે વ્યુહાત્મક રીતે આયોજનબદ્ધ વોચ ગોઠવી રેઈડ કરી ગેરકાયદેસર જુગાર રમવાના સાધનો સાથે ઉપરોક્ત ચાર ઈસમોને પંચેલા ગામેથી ખુલ્લી જગ્યામાં ગંજી પત્તા પાનાંથી હારજીતનો જુગાર રમી રમતા રોકડ રકમ કિ.રૂ. 30,610/- તથા મોબાઈલ ફોન, બાઈક મળી કુલ કિ. ૧,૧૦,૬૧૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળેલ છે.
આ સમગ્ર કામગીરી કરવામાં (૧) P.I. ડી.એમ. ઢોલ, (૨) P.S.I. એમ.એમ. માળી, (૩) P.S.I. જી.બી. રાઠવા, (૪) P.S.I. એન.બી. પરમાર, (૫) ASI ભરતભાઈ સોમાભાઈ, (૬) HC સરદારભાઈ શનાભાઈ , (૭) HC મનહરભાઈ રાયુભાઈ, (૮) PC દિનેશભાઈ મોહનભાઈ તમામ એલ.સી.બી. દાહોદનાઓને જુગાર રમતા ઈસમોને પકડવા સફળતા મળેલ છે.


