દાહોદ જિલ્લાનાં સંજેલી તાલુકાનાં મુખ્ય મથક સંજેલી ખાતે બાલાજી દરબારમાં શ્રીમદ્ ભગવદ્ કથાના સાતમા દિવસે શ્રી કૃષ્ણ અને રાધા રાણી બરસાના કી છોરી બ્રીજ માં ખેલે હોળી ગીત પર ખુબ જ ભક્તિભાવ અને ઉત્સાહથી અલગ અલગ રંગોના ગુલાલ દ્વારા હોળી રમી કથા પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
જેમ વ્રજ માં હોળી રમવામાં આવે છે તેમ બાલાજી દરબારમાં પણ ભાવિક ભક્તો દ્વારા હોળી રમવામાં આવી હતી તે પહેલાં શ્રી કૃષ્ણ અને રાધા રાણી પૂજા કરવામાં આવી હતી અને ત્યારબાદ રાધા કૃષ્ણ સાથે હોળી રમવા લાગ્યા હતા.
સંજેલી ખાતે બાલાજી દરબારમાં સાત દિવસ માટે શ્રીમદ્ ભગવદ્ કથાનુ આયોજન કરનાર રામચન્દ્ર અગ્રવાલ પરિવાર, વિષ્ણુંભાઈ તેમજ મનીષભાઈ અગ્રવાલ પરિવારે ખુબ ધામધૂમ પૂર્વક આ કથાનું આયોજન કર્યું હતું. તથા તેઓ દ્વારા વ્યાસપીઠ પર બીરાજમાન વિષ્ણુકાન્ત મહારાજ અને ભગવદ્જી પોથીની પૂજાસેવા કરવામાં આવી હતી.
શ્રીમદ્ ભગવદ્ કથાાના સાતેય દિવસ ભક્તિભાવ સાથે મહાપ્રસાદનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ભક્તિ ભર્યા ઉત્સવમાં સંજેલી નગર ઉપરાંત ફતેપુરા, સુખસર, ઝાલોદના ભાઈ બહેનો યુવાનોએ કથાનો લાભ લીધો હતો


