Thursday, November 7, 2024
Google search engine
HomeDahod - દાહોદકલેકટર ડો. હર્ષિત ગોસાવીએ મતદાન કરીને જિલ્લાના મતદારોને અવશ્ય મતદાન કરવાનો આપ્યો...

કલેકટર ડો. હર્ષિત ગોસાવીએ મતદાન કરીને જિલ્લાના મતદારોને અવશ્ય મતદાન કરવાનો આપ્યો સંદેશો

દાહોદ જિલ્લા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી અને તેમના ધર્મપત્ની આજે સામાન્ય માણસની જેમ મતદાન મથકે કતારમાં ઉભા રહ્યા.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો. હર્ષિત ગોસાવીએ આજે ઝાલોદ રોડ સ્થિત I.T.I. ખાતેના મહિલા સંચાલિત સખી મતદાન મથકે પોતાના ધર્મપત્ની સાથે મતદાન કરીને મતદાનની પવિત્ર ફરજ અદા કરી હતી. તેમણે જણાવ્યું કે, મતદાન એ આપણી પવિત્ર ફરજ છે. જિલ્લાના તમામ મતદારો આજે અવશ્ય મતદાન કરે અને લોકશાહીના મહાપર્વમાં સહભાગી થાય. જિલ્લા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી અને તેમના ધર્મપત્ની આજે સામાન્ય માણસની જેમ મતદાન મથકે કતારમાં ઉભા રહ્યા હતા અને તેમનો વારો આવ્યે તેમણે મતદાન કર્યું હતું.

તેમણે અહીં ઉભા કરાયેલા સેલ્ફી પોઇન્ટ ખાતે સેલ્ફી લઇને મતદાન કરવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. આ સખી મતદાન મથકે પ્રિસાઇડીંગ ઓફિસર થી લઇને સુરક્ષા વ્યવસ્થા સહિતનો તમામ સ્ટાફ મહિલા સંચાલિત છે. તેમજ મતદાન મથકને સુંદર રીતે શણગારવામાં પણ આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments