Friday, January 3, 2025
Google search engine
HomeViramgam - વિરમગામકોરોનાની પુર્વ તૈયારી : અમદાવાદ જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં આરોગ્ય સુવિધાની ચકાસણી માટે...

કોરોનાની પુર્વ તૈયારી : અમદાવાદ જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં આરોગ્ય સુવિધાની ચકાસણી માટે મોક ડ્રિલ કરવામાં આવી

મોક ડ્રીલ દરમિયાન આરોગ્ય સુવિધાઓની ઉપલબ્ધતા, આઇસોલેશન બેડની ક્ષમતા, ઓક્સિજનની સુવિધા, વેન્ટિલેટર બેડની ઉપલબ્ધતા સહિતની આરોગ્ય સુવિધાઓની પ્રત્યક્ષ ચકાસણી કરવામાં આવી.

જિલ્લા સામુહિક આરોગ્ય કેન્દ્ર સાણંદ ખાતે જિલ્લા વિકાસ અધિકારી એમ.કે. દવે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શૈલેષ પરમાર, જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.ચિંતન દેસાઇ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. બી.કે. વાઘેલા, CHC અધિક્ષક સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા મોક ડ્રીલ કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મોક ડ્રીલ દરમિયાન આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ સાથે મીટીંગ કરીને કોરોના સંદર્ભે પૂર્વ તૈયારી રાખવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.હા લ અમદાવાદ જીલ્લામાં કોવિડની સારવાર માટે કુલ ૨૧૧૫ બેડ ઉપબલ્ધ છે. ICU વેન્ટીલેટર ૧૮૫, ICU નોન વેન્ટીલેટર ૧૧૫, ઓક્સિજન બેડ ૧૦૦૬ અને વીધાઉટ ઓક્સિજન ૮૦૯ બેડ કોવિડની સારવાર માટે તૈયાર રાખવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશ અને દુનિયામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે ગુજરાત સરકાર પણ સતર્કતા રાખી રહી છે. જેના ભાગરૂપે સોમવારે વિરમગામ સહિત અમદાવાદ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સહિતના સરકારી હોસ્પિટલોમાં આરોગ્ય સુવિધાઓની ચકાસણી માટે મોક ડ્રીલ કરવામાં આવી હતી. મોક ડ્રીલ દરમિયાન આરોગ્ય સુવિધાઓની ઉપલબ્ધતા, આઇસોલેશન બેડની ક્ષમતા, ઓક્સિજનની સુવિધા, વેન્ટિલેટર બેડની ઉપલબ્ધતા સહિતની આરોગ્ય સુવિધાઓની પ્રત્યક્ષ ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓની ઉપલબ્ધતા બાબતે પણ ચકાસણી કરવામાં આવી હતી. વર્તમાન પરિસ્થિતિમાં પણ કોવીડ પ્રોટોકોલ જાળવવો જરૂરી છે. જેમ કે, માસ્કનો ઉપયોગ કરવો, સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોવા, હાથ મિલાવવાના બદલે નમસ્તે દ્વારા અભિવાદન કરવું, વ્યક્તિઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ રાખવું. ગભરાહટ નહીં, સમજદારી અને સતર્કતા એ જ આપણી સલામતી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments