ગરબાડામાં એક જ દિવસમાં બે વ્યક્તિઓના આકસ્મિક મોત નિપજતા ચર્ચાનો વિષય બન્યો.

0
143

priyank-passport-photo-new

logo-newstok-272-150x53(1)

PRIYANK CHAUHAN – GARBADA

 

  • ગરબાડા આઇ.ટી.આઇ.માં ફીટર ટ્રેડ ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવતા વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત.
  • ગાંગરડા ગામના અંદાજીત ૭૦ વર્ષીય આઘેડ વ્યક્તિનું રસ્તા ઉપર પડી જવાથી મોત.

પ્રાપ્ત વિગત અનુસાર ગરબાડાનાં અક્ષર આઇ.ટી.આઇ.માં ફીટર ટ્રેડ ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવતા વ્યક્તિનું આજ તારીખ.૦૧/૦૮/૨૦૧૭ ના રોજ ફરજ દરમ્યાન હાર્ટ એટેક આવતા પ્રાથમિક સારવાર બાદ ૧૦૮ વાન મારફતે વધુ સારવાર માટે દાહોદ લઈ જતાં તેમનું મોત નીપજયું હતું.

જ્યારે બીજા બનાવમાં ગરબાડા તાલુકાના ગાંગરડા ગામના અંદાજીત ૭૦ વર્ષીય આઘેડ વ્યક્તિ આજ તારીખ.૦૧/૦૮/૨૦૧૭ ના રોજ કોઈ કામ અર્થે ગરબાડા ગામે આવ્યા હતા. તે દરમ્યાન બપોરના આશરે ત્રણેક વાગ્યાના સુમારે સ્ટેટ બેંક તરફના રસ્તા ઉપર અચાનક પડી જવાથી તેમનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજયું હતું. આ બનાવ બનતા ઘટના સ્થળે લોકટોળું એકત્ર થઈ ગયું હતું.

આ બંને ઇસમોના આકસ્મિક મોતના બનાવ બનતા ગરબાડામાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here