PRIYANK CHAUHAN – GARBADA
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના મુખ્ય મથક ગરબાડા ખાતે મતદાનના દિવસે મતદારો અચૂક મતદાન કરે અને મતદાન પ્રત્યે લોકોમાં જાગૃતતા આવે તેવા હેતુસર દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ દાહોદ જિલ્લા સુરક્ષા સેતુ અંતર્ગત ગરબાડા પોલીસ દ્વારા આજરોજ ગરબાડાના આઝાદ ચોક વિસ્તાર,બસ સ્ટેશન વિસ્તાર તેમજ ગુંગરડી ગામમાં મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકોને મતદાનના દિવસે અચૂક મતદાન કરવા તેમજ વીજાણુ મતદાન યંત્ર તથા વીવીપેટ દ્વારા કેવી રીતે મતદાન કરવું તે વિષે લોકોને સમજ આપવામાં આવી હતી.
