ગરબાડામાં જાહેરમાં ગેરકાયદેસર મટનની દુકાનો ચલાવનાર આઠ ઇસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે ગરબાડા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા નામજોગ પોલીસ ફરીયાદ કરાઇ.

0
467

priyank-passport-photo-new

logo-newstok-272-150x53(1)

PRIYANK CHAUHAN – GARBADA

ગરબાડાનાં રામનાથ તળાવમાં વર્ષોથી ગેરકાયદેસર થતી મચ્છીમારી તથા ગરબાડાના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર ખુલ્લેઆમ ચાલતી મટનની દુકાનો બંધ કરાવવા તથા મટન માર્કેટનો દુર્ગંધ મારતો કચરો વિગેરે મંદિરોના રસ્તામાં નંખાતો અટકાવવા માટે ગરબાડા ગ્રામ પંચાયત, કલેક્ટર તથા મુખ્યમંત્રીને ગરબાડાના નગરજનો એ આ બાબતની લેખીતમાં રજુઆતો કરી હતી. જેનાં અનુસંધાનમાં ગરબાડામાં ગેરકાયદેસર મટનની દુકાનો ચલાવનારા આઠ જેટલા ઇસમોને તેમના કતલખાના તથા મટનની દુકાનો બંધ કરવા માટે ગરબાડા ગ્રામ પંચાયત દ્વારા તા.૦૨/૦૬/૨૦૧૭ ના રોજ લેખીતમાં નોટીસો આપવામાં આવી હતી અને તે બાબતનાં ખુલાસા દિન-૩ માં ગ્રામ પંચાયતને આપવા માટે નોટિસમાં સુચન કરવામાં આવ્યું હતું. તેમ છતાં મટનની દુકાનો ચલાવનારા ઇસમો દ્વારા કોઈપણ જાતના ખુલાસા નહિ કરાતા અને ગરબાડા ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવેલ નોટિસની અવગણના કરીને પોતાની મટનની દુકાનો રાબેતા મુજબ ચાલુ રાખનાર (૧) શેખ ઇશુબભાઇ ગનીભાઇ (૨) અલતાબ કુરેશી (૩) ઇસમ બજારીયા (૪) ઇસુફભાઇ ઇબ્રાહીમ (૫) સઇદ હુસેન કુરેશી (૬) અબ્દુલ બાબુ લખારા (૭) જાકિર ગનીભાઇ લખારા (૮) ખાતુનબીબી નન્નાજી લખારા વિરુદ્ધ ગરબાડા સરપંચ દ્વારા તા.૦૯/૦૬/૨૦૧૭ ના રોજ લેખિતમાં પોલીસ ફરીયાદ કરવામાં આવી છે.

મટનની દુકાનો ચલાવનારા ઇસમો દ્વારા મટન માર્કેટનો દુર્ગંધ મારતો કચરો રામદેવપીર મંદિર તથા રામનાથ મહાદેવ મંદિર પાસે નાખવામાં આવતો હોવાથી આવા કચરાની સફાઈ કરાવવા બાબતે ગ્રામજનો દ્વારા ગરબાડા ગ્રામ પંચાયતમાં રાજુઆત કરવામાં આવી હતી પણ ૮ થી ૧૦ દિવસનો સમય વિતવા છતા ગ્રામ પંચાયત દ્વારા બન્ને મંદિરો તરફ સફાય કરાવાઇ નથી જે પરીસ્થિતિની આજે પણ યથાવત જોવા મળે છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, ગરબાડાનાં રામનાથ તળાવમાં મચ્છી મારવાનું બંધ કરાવવા તથા ગરબાડામાં ગેરકાયદેસર ચાલતી મટનની દુકાનો બંધ કરાવવા ગરબાડાની પ્રજા દ્વારા વારંવાર રજુઆતો કરવામાં આવે છે પરંતુ ગ્રામ પંચાયતના વહિવટક્તાઓ દ્વારા માત્ર મટનની દુકાનો વાળા વિરૂદ્ધ કાર્યવાહિ કરાઇ છે જ્યારે ગામના તળાવમાં વર્ષોથી ગેરકાયદેસર માછલા મારનારા ઇસમો વિરૂદ્ધ આજે પણ ગ્રામ પંચાયત દ્વારા આખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. માછલા મારનારા વિરૂદ્ધ પણ કાયદેસરની કાર્યવાહિ કરાય તે જરૂરી છે તથા તેમ ન કરાય તો પંચાયતમાં કાયદેસર ઠરાવ કરી તળાવની હરાજી કરી દેવામાં આવે તો ગ્રામ પંચાયતને પણ આવક થાય તેમ છે. પરંતુ, આ બાબતની પણ અનેકવાર રજુઆતો થવા છતા પરીણામ શુન્ય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here