ગરબાડા તાલુકાનાં જેસાવાડા ગામે યશવાટિકા ઉત્તર બુનિયાદી વિદ્યામંદિર ખાતે તાલુકા કક્ષાના ખેલ મહાકુંભ ૨૦૧૫ નું આયોજન કરવામાં આવ્યું

0
882

Priyank-new-Passport-Pic-258x300(1)logo-newstok-272-150x53(1)Priyank Chauhan Garbada

   ખેલ મહાકુંભ ૨૦૧૫ અંતર્ગત યશવાટિકા ઉત્તર બુનિયાદી વિદ્યામંદિર જેસાવાડા ખાતે તાલુકા કક્ષાના ખેલ મહાકુંભ ૨૦૧૫ નું તારીખ.૨૧/૦૧/૨૦૧૬ થી તારીખ.૨૩/૦૧/૨૦૧૬ દરમ્યાન આયોજન કરવામાં આવ્યું હતું.

        આ તાલુકા કક્ષાના ખેલ મહાકુંભ ૨૦૧૫ અંતર્ગત કુલ ૮ જેટલી રમતોનું આયોજન અલગ અલગ સ્કૂલોમાં કરવામાં આવ્યુ હતું જેમાં ચેસ અને યોગાસનનું આયોજન જે.કે.એમ.તન્ના હાઇસ્કૂલ ગાંગરડી ખાતે કરવામાં આવ્યું હતું તથા એથ્લેટિક્સ, રસ્સાખેંચ રમતોનું આયોજન આદિવાસી સેકન્ડરી સ્કૂલ બોરિયાલા ખાતે કરવામાં આવ્યું હતું તેમજ વોલીબોલ, શૂટિંગ બોલ, કબ્બડી,ખોખો, ભાઈઓ-બહેનોની રમતોનું આયોજન યજમાન શાળા યશવાટિકા ઉત્તર બુનિયાદી વિદ્યામંદિર જેસાવાડા ખાતે કરવામાં આવ્યું હતું.

        આ બધી રમતોમાં ખેલાડીઓએ વયજુથ પ્રમાણે ઉત્સાહભેર ભાગ લઈ પોતાનું કૌશલ્ય બતાવ્યુ હતું અને વયજુથ પ્રમાણેની રમતોમાં વિજય બની આગામી તારીખ.૨૭/૦૧/૨૦૧૬ થી યોજાનાર જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં ભાગ લેવા જશે.

        આ કાર્યક્રમને સફળ બનાવવા રમતગમત શિક્ષક તેમજ યશવાટિકા ઉત્તર બુનિયાદી વિદ્યામંદિર જેસાવાડાના રમતગમત શિક્ષક પી.એમ.ચૌહાણે સતત જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

        તાલુકા કક્ષાના ખેલ મહાકુંભ ૨૦૧૫ ના સમાપન પ્રસંગે યશવાટિકા ઉત્તર બુનિયાદી વિદ્યામંદિર જેસાવાડાના આચાર્ય શૈલેષકુમાર.બી.મખોડિયા તથા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી યુ.એન.પરમાર ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here