ગરબાડા તાલુકાનાં ભીલવા ગામેથી સગીર વયની છોકરીનું છોકરીના ગામના બે ઇસમો દ્વારા લગ્નના ઇરાદે થયેલ અપહરણ

0
510

Priyank-new-Passport-Pic-258x300(1) logo-newstok-272-150x53(1)Priyank Chauhan –  Garbada

ગરબાડા તાલુકાનાં ભીલવા ગામની સગીર વયની છોકરીને તેનાજ ગામના બે ઇસમોએ પટાવી ફોસલાવી મોટરસાઇકલ ઉપર બેસાડી ભીલવા ગામેથી અપહરણ કરી લઈ ગયેલ છે. જે બાબતે અપહ્યત છોકરીના પિતા નામે ભારતભાઈ તેરસીંગભાઈ પરમારે ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે.

        પોલિસ વિભાગ તરફથી મળેલ માહિતી મુજબ, તારીખ.૧૯/૦૪/૨૦૧૬ ના રોજ ગરબાડા તાલુકાનાં ભીલવા ગામે મનેશભાઈ સવસીંગભાઈ ગણાવા તથા ગોવિંદભાઈ બદીયાભાઇ ગણાવા બપોરના ત્રણેક વાગ્યાના સુમારે મોટર સાઇકલ ઉપર આવી ભારતભાઈ તેરસીંગભાઈ પરમારની સતર વર્ષ અને સાત માસની સગીર વયની છોકરી નામે રાધીબેનને પટાવી, ફોસલાવી તેના પિતાના કાયદેસરના વાલીપણામાંથી મનેશભાઈની પત્ની તરીકે રાખવા માટે મોટર સાઇકલ ઉપર બેસાડી અપહરણ કરી લઈ ગયેલ છે.

        જે બાબતે અપહ્યત રાધીબેનના પિતા ભારતભાઈ તેરસીંગભાઈ પરમારે તારીખ.૨૨/૦૪/૨૦૧૬ ના રોજ ગરબાડા પોલીસ સ્ટેશનમાં મનેશભાઈ સવસીંગભાઈ ગણાવા તથા ગોવિંદભાઈ બદીયાભાઇ ગણાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં ગરબાડા પોલીસે ગરબાડા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૪૪/૧૬ ઇ.પી.કો.કલમ. ૩૬૩, ૩૬૬, ૧૪૪ પોકસો એક્ટ કલમ.૩,૪ મુજબ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here