ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ જાંબુઆ દ્વારા વાડીલાલ યુ.દોશી(જૈન) પરિવારનો જરૂરિયાતમંદ વનવાસીઓ માટેનો મહાદાન સેવાયજ્ઞ યોજાયો

0
502

 

Priyank new Passport Pic

logo-newstok-272Priyank Chauhan – Garbada 

ગરબાડા તાલુકાનાં ગાંગરડી ગામે કેળવણી મંડળ ગાંગરડી સંચાલિત જે.કે.એમ.તન્ના હાઇસ્કૂલના પરિસરમાં મુંબઈના શ્રીમાન વાડીલાલ યુ.દોશી(જૈન) પરિવારનો જરૂરિયાત મંદ વનવાસીઓ માટેનો મહાદાન સેવાયજ્ઞ ૨૦૧૪-૧૫-૧૬ નું શ્રી વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ જાંબુઆ દ્વારા આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે મનસુખભાઈ વસાવા (રાજ્ય કક્ષાના મંત્રી, આદિજાતિ કલ્યાણ, ભારત સરકાર) તથા અતિથિ વિશેષ તરીકે શ્રીમતી ઇલાબેન.એમ.દેસાઇ (પૂર્વ મંત્રી અને કોષાધ્યક્ષ અખિલ ભારતીય આદિમજાતી સેવક સંઘ, નવી દિલ્હી) ઉપસ્થિત રહ્યા હતાં.

        આ મહાદાન સેવાયજ્ઞમાં  ધોરણ ૧ થી ૨ નાં બાળકોને દફ્તર, ધોરણ ૧ થી ૮ નાં બાળકોને ગણવેશ તથા ધોરણ ૯ થી ૧૨ નાં બાળકોને પાઉચ વિગેરે વસ્તુઓનું મહાદાન દાતાશ્રીઓના સંયોજક મુખ્ય દાતાશ્રી શ્રીમાન વાડીલાલ યુ.દોશી(જૈન), મૂલુંડ, મુંબઈ તરફથી સેવાયજ્ઞ માટે શ્રી વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ જાંબુઆ, તા.ગરબાડાનાં પ્રમુખ ડો.ગિરીશભાઈ. એલ. નલવાયા પરિવાર દ્વારા વિતરણની વ્યવસ્થા કરવામાં આવી હતી.

        મહાદાન સેવાયજ્ઞમાં શ્રીમતી ઇલાબેન.એમ.દેસાઇ તથા મનસુખભાઈ વસાવા દ્વારા કાર્યક્રમને અનુરૂપ સંબોધન કરવામાં આવ્યું હતું.

        આ કાર્યક્રમમાં શ્રી વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ જાંબુઆ પ્રમુખ ડો.ગિરીશભાઈ.એલ.નલવાયા, દાહોદ જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી મોહિન્દ્રાબેન રાઠોડ, રસિકભાઈ શાહ, ભરતભાઇ પંચાલ, મનુભાઈ શાહ,રસિકભાઈ સોની, આશિષભાઈ સોની તથા દાહોદ નિવાસી અધિક કલેક્ટર શ્રી બોર્ડર સાહેબ, મામલતદાર ગરબાડા તથા  શાળાના શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ તેમજ ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતાં અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here