ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ મહીન્દ્રપાલસિંહના વરદ્દહસ્તે સંજેલી સિવિલ કોર્ટનું ઉદ્દઘાટન

0
792

faruk patellogo-newstok-272-150x53(1)Faruk Patel – Sanjeli

 

દાહોદ જીલ્લાના ના નવ રચિત સંજેલી તાલુકામાં સિવિલ  કોર્ટની ખુબ લાંબા સમયથી રાહ જોતી જનતાને સિવિલ કોર્ટની સગવડનો સરકાર તરફથી લાભ મળશે. સંજેલી તાલુકાના બાર એશોસીએશનના નવયુવાન પ્રમુખ અજયપ્રતાપસિંહ આર. ચૌહાણએ અમારા NewsTok24 ના સંવાદાતા સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે ઝાલોદ માંથી વિભાજન થયેલા નવરચિત સંજેલી તાલુકાને સિવિલ કોર્ટની સગવડમાં થોડો વિલંબ થયો છે પરંતુ વારંવારની રજુઆતોને અંતે સંજેલી ખાતે આજ રોજથી સિવિલ કોર્ટનો આરંભ ગુજરાત રાજ્યની વડી અદાલતના ન્યાયમૂર્તિ મહીન્દ્રપાલસિંહના શુભ હસ્તે સવારમાં ૧૦:૩૦ કલાકે ઉદ્દઘાટન કરવામાં આવ્યુ  હતું. સંજેલી તાલુકાભવનમાં સિવિલ  કોર્ટ માટે ફાળવવામાં આવેલ ઓફીસ રૂમને સજ્જધજ્જ કરી હતી દાહોદ જીલ્લા ન્યાયાધીશ પીઠવા તેમજ દાહોદ જીલ્લા કલેકટર ગાંધીના સતત પ્રયત્નો ને કારણે સંજેલી તાલુકાને સિવિલ કોર્ટની સેવાનો લાભ થયો. આ શુભ પ્રસંગે ફતેપુરા ધારાસભ્ય રમેશ કટારા, લીમખેડા ધારાસભ્ય વિછીયા ભુરીયા, દાહોદ જીલ્લા પોલીસ વડા મનોજ નીનામા, ઝાલોદ તાલુકા પ્રાંત અધિકારી જે. કે. જાદવ, દાહોદ બાર અશોશિએશનના પ્રમુખ, સીનીયર એડવોકેટ અરવિંદ પરીખ તેમજ દાહોદ જીલ્લાના તમામ એડવોકેટ તેમજ સંજેલીના લોકો મોટી હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here