Friday, January 3, 2025
Google search engine
HomeDahod - દાહોદછેલ્લા ૧૦ વર્ષથી પંચમહાલ જિલ્લામા ધાડ તેમજ ઘરફોડ ચોરીના મળી ૩ (ત્રણ)...

છેલ્લા ૧૦ વર્ષથી પંચમહાલ જિલ્લામા ધાડ તેમજ ઘરફોડ ચોરીના મળી ૩ (ત્રણ) ગુનાઓમા નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ

નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડા, પંચમહાલ ગોધરા રેન્જ, ગોધરાનાઓની સુચના હેઠળ મે.પોલીસ અધીક્ષક બલરામ મીણા દાહોદ તથા મે.ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક જગદીશ બાંગરવાનાઓએ જીલ્લામા હાઇવે લૂંટના બનેલ બનાવો શોધી કાઢવા તેમજ જિલ્લા તથા જિલ્લા બહાર લૂંટ, ધાડ તેમજ ઘરફોડ ચોરી, શરીર સબંધી ગંભીર પ્રકારના ગુનાઓમા તેમજ પ્રોહીબિશન તથા અન્ય ગુનાઓમા નાસતા ફરતા આરોપીઓની માહિતી એકત્રિત કરી ઝડપી પાડવા સારુ સ્પેશીયલ ટીમોની રચના કરી તેઓને જરૂરી સુચના અને માર્ગદર્શન કરેલ. જે અનુસંધાને આ સ્પેશીયલ ટીમોએ અગાઉ હાઇવે લૂંટના ગુનામા સંડોવાયેલ તેમજ પેરોલ ઉપર આવેલ તેમજ નાસતા ફરતા આરોપીઓની માહિતી એકત્રિત કરવા માટે વર્કઆઉટની કામગીરીમા કાર્યરત હતી.

તે દરમ્યાન આજે તા.૧૬/૧૦/૨૦૨૨ ને રવિવારના રોજ L.C.B., I/C પો.ઇન્સ. એમ.એક ડામોર તથા પો.સ.ઇ. ડી.આઇ.સોલંકી દેવ.બારીયા પો.સ્ટે. તથા ટીમના માણસો દાહોદ ડિવીજન વિસ્તારમા કાર્યરત હતા તે દરમ્યાન બાતમી હકિકત મળેલ કે, પંચમહાલ જિલ્લામા ધાડ તેમજ ઘરફોડ ચોરીના ગુનામા ઘણા લાંબા સમયથી નાસતો ફરતો આરોપી મુકેશભાઇ મડીયાભાઇ જાતે ખરાડ રહે. જાદાખેરીયા તા.લીમખેડા જી.દાહોદનો તેના ઘરે આવેલ હોય, જે આધારે આ ટીમે વ્યુહાત્મક રીતે આયોજનબધ્ધ વોચ ગોઠવી ઝડપી પાડી હસ્તગત કરી પૂછપરછ આધારે તેમજ રેકર્ડ ઉપર ખાત્રી તપાસ કરતા પંચમહાલ જિલ્લાના નીચે મુજબના ગુનાઓમા નાસતો ફરતો હોવાનુ જણાઇ આવતા, કાયદેસરની કાર્યવાહી કરવા સારુ પંચમહાલ જિલ્લા વેજલપુર પોલીસ સ્ટેશન સોંપવા તજવીજ કરેલ છે.

(૧) વેજલપુર પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૮૩/૨૦૧૨ ઇપીકો કલમ ૩૯૫, ૩૯૭ મુજબ (૨) ગોધરા તાલુકા પો.સ્ટે.ફ.ગુ.ર.નં. ૨૫૪/૨૦૧૨ ઇપીકો કલમ ૩૮૦ મુજબ (૩) કાલોલ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૫૧/૨૦૧૨ ઇપીકો કલમ ૪૫૭, ૩૮૦ મુજબ આમ, છેલ્લા ૧૦ વર્ષથી પંચમહાલ જિલ્લામા ધાડ તેમજ ઘરફોડ ચોરીના મળી ૩ (ત્રણ) ગુનાઓમા નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં એલસીબી ને સફળતા મળેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments