Thursday, November 7, 2024
Google search engine
HomeUncategorizedઝાયડસ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, દાહોદના CEO પ્રોફ.ડો. સંજય કુમારના માર્ગદર્શન હેઠળ...

ઝાયડસ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, દાહોદના CEO પ્રોફ.ડો. સંજય કુમારના માર્ગદર્શન હેઠળ “વિશ્વ માનસિક આરોગ્ય દિવસ” ની ઉજવણી કરવામાં આવી

આજ તા.૧૦/૧૦/૨૦૨૩ ને બુધવારના રોજ વિશ્વ માનસિક આરોગ્ય દિવસ નિમિત્તે ઝાયડસ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, દાહોદના CEO પ્રોફ.ડો. સંજય કુમારના માર્ગદર્શન હેઠળ તથા ડો.ભરત હઠીલા (મેડીકલ સુપ્રીન્ટેન્ડન્ટ), ડો.સુનીતા સંજય કુમાર (ડેપ્યુટી મેડીકલ સુપ્રીન્ટેન્ડન્ટ), પ્રકાશ પટેલ (સીનીયર જનરલ મેનેજર) ની ઉપસ્થિતિમાં માનસિક રોગ વિભાગ દ્વારા વિશ્વ માનસિક આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી.

આ અંગે ઝાયડસ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલના માનસિક રોગ વિભાગના ડો.દક્ષા ભુરીયા તથા માનસિક રોગ વિભાગના સ્ટાફ અને ઝાયડસ મેડીકલ કોલેજનાં વિદ્યાર્થી તેમજ ગવર્મેન્ટ નર્સિંગ સ્કૂલના વિદ્યાર્થીઓએ ભેગા મળીને નાટક સ્વરૂપે તેમજ પોસ્ટરની પ્રસ્તુતિ દ્વારા લોકોને વિવિધ પ્રકારના માનસિક રોગો જેવા કે, વ્યસન, હતાશા, તણાવ, ચિંતા અને ઉન્માદ રોગ તથા વિવિધ રોગ વિષે જાગૃત કરવામાં આવ્યા. તથા સમયસર સારવાર કરવાથી દર્દી સાજા થઇ શકે અને પરિણામે આત્મ હત્યા જેવા ગંભીર બનાવો બનતા અટકાવી શકાય એ અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments