Wednesday, February 5, 2025
Google search engine
HomeFatepura - ફતેપુરાઝાલોદ થી સુખસર થઇ સંતરામપુર જતા હાઇવે માર્ગની સાઈડમાં ખોદકામની કામગીરીથી અકસ્માત...

ઝાલોદ થી સુખસર થઇ સંતરામપુર જતા હાઇવે માર્ગની સાઈડમાં ખોદકામની કામગીરીથી અકસ્માત બનાવોમાં મોટી જાનહાનીનો ભય

  • ચોવીસ કલાક વાહનોથી ધમધમતા હાઇવે માર્ગની બંને સાઈડ માં પહોળાઈ માટે પુરાણ કરવા ઊંડી ગટરોનું ખોદકામ કરવામાં આવી રહ્યું છે.
  • માર્ગની આસપાસમાં રહેતા સ્થાનિક પરિવારો ના બાળકો માટે તથા વાહન ચાલકોને અકસ્માત બનાવમાં મોટી જાનહાની થવાનો કાયમી પ્રશ્ન ઉભો થયો.

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદ થી સુખસર થઈ સંતરામપુર જતા હાઇવે માર્ગનાં નવીનીકરણની કામગીરી હાલમાં કરોડો રૂપિયાના ખર્ચે પૂરજોશમાં ચાલી રહી છે. અને માર્ગને પહોળો કરવા માટે રોડની બંને સાઈડમાં માટીનું પુરણ કરવામાં આવી રહ્યું છે. આ માટી માર્ગની સાઈડમાં ગટરો ખોદાણ કરી પુરાણ કરવામાં આવતું હોય માર્ગની સાઈડમાં રહેતા સ્થાનિકો સહિત વાહન ચાલકોમાં અકસ્માત જેવા બનાવોમાં મોટી જાનહાની સર્જાય તેવા સંજોગો કાયમ માટે ઊભા થવા પામેલ હોવાનું નજરે જોતા જણાઈ આવે છે. ત્યારે આ હાઇવે માર્ગની સાઈડમાં માટી પુરાણ કરવા માટે અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી જણાય છે.

પ્રાપ્ત વિગતો મુજબ ઝાલોદ થી સુખસર થઈ સંતરામપુર જતા સ્ટેટ હાઇવે માર્ગની કામગીરી હાલમાં કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવી રહી છે. તેમાં હાલ રસ્તાને પહોળો બનાવવા રોડની બંને સાઈડોમાં માટી પુરાણ કરવામાં આવી રહ્યું છે. માટી પુરાણ કરવા માટે માર્ગની સાઈડોમાં ચારથી પાંચ ફૂટ ઊંડાઈની ગટરો ખોદવામાં આવેલ છે. જેના લીધે આવનાર સમયમાં આ માર્ગની આસપાસમાં રહેતા સ્થાનિકો સહિત તેમના બાળકો માટે મુશ્કેલી સર્જાય તેવી સ્થિતિ ઊભી થયેલ છે. તેમાં ખાસ કરીને ચોમાસા જેવા સમયમાં આ ગટરોમાં પાણી ભરાઈ રહેતા તેમાં જો કોઈ બાળક પડે તો આ ગટરો જીવલેણ સાબિત થઈ શકે. જ્યારે ચોવીસ કલાક વાહનોથી ધમધમતા આ માર્ગ ઉપર અવારનવાર નાના-મોટા વાહન અકસ્માતો સર્જાય છે અને વાહનો પલ્ટી જવાના બનાવો પણ બની ચૂકેલા છે. જેમાં મોટી જાનહાનીનો બનાવ નોંધાયો નથી.
હાલમાં માર્ગને પહોળો બનાવવા માટે માર્ગની બંને સાઈડોમાં માટી પુરાણ કરવામાં આવી રહ્યું છે, તે માટે માર્ગની બંને સાઈડમાંથી ખોદણ કરવામાં આવતા આ માર્ગની સાઈડોમાં ઉંડી ગટરો બની ગયેલ છે. અને તેમાં જો અકસ્માતે કોઈ વાહન ખાબકે તો મોટી જાનહાની થવાનો કાયમી પ્રશ્ન ઉભો થવા પામેલ છે. ત્યારે રાત દિવસ વાહનોથી ધમધમતા આ હાઈવે માર્ગની બાજુમાં માટી પુરાણ માટે જરૂરિયાત પૂરતી માટી માટે રસ્તાની સાઈડમાં ગટરો ખોદાણ કરવાની જગ્યાએ અન્ય કોઈ રીતે માટીની વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્થાનિક પ્રજા સહિત વાહન ચાલકો માટે ખૂબ જ જરૂરી હોવાનું જણાઈ રહ્યું છે. ત્યારે લાગતા વળગતા તંત્ર દ્વારા તે બાબતે ધ્યાન આપવામાં આવે તે આવશ્યક જણાઈ રહ્યું છે.

અત્રે એ બાબત ઉલ્લેખનીય છે કે, હાલ બે દિવસ અગાઉ લખણપુર ગામે હાઇવે માર્ગ ઉપર આ પુરાણ કરવામાં માટીમાં ટ્રક ચડી જતા ટ્રક પલટી ખાઈ ગઈ હતી. જ્યારે લખણપુરમાં જ એક એસ.ટી બસ ગટરમાં ખાબકતા વૃક્ષ આડે આવી જતા માંડ બચતા મોટી જાનહાની ટળી હતી. જ્યારે આવનાર સમયમાં નાનું-મોટું વાહન માર્ગની સાઈડમાં આવેલ ગટરમાં ખાબકે તો બચાવ કરતા જાનહાની થવાનો ભય વધુ હોવાનું નજરે જોતા જણાઈ આવે છે. અહીંયા એ પણ જણાવવું જરૂરી છે કે, હાલમાં ઝાલોદથી સુખસર થઈ સંતરામપુર હાઇવે માર્ગની કામગીરી ચાલી રહી છે. ત્યારે સુખસરના બસ સ્ટેશનથી લઈ આસપુર ચોકડી સુધીમાં આ હાઈવે માર્ગ દર ચોમાસાના સામાન્ય વરસાદથી તૂટી જાય છે અને વર્ષો વર્ષ તેને રીપેરીંગ કરવામાં આવતો હતો.જેના લીધે આસપાસના સ્થાનિક વેપારીઓની દુકાનો સહિત રહેણાંક મકાનોમાં પાણી ભરવાના બનાવો વર્ષોથી બની રહ્યા છે.પરંતુ હાલમાં આ રસ્તાની નવીનીકરણ કામગીરી ચાલી રહી છે ત્યારે સુખસર બસ સ્ટેશનથી આસપુર ચોકડી સુધીના રસ્તાને ખોદાણ કરી કામગીરી કરવામાં આવે તેમજ ગટર લાઈન નાખવામાં આવે તો અહીંયા ના સ્થાનિક લોકો સહિત વાહનચાલકો અને રાહદારીઓનો કાયમી પ્રશ્ન હલ થઈ શકે તે પ્રત્યે પણ તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments