Saturday, November 9, 2024
Google search engine
HomeJhalod - ઝાલોદઝાલોદ ધાવડીયા ચેક પોસ્ટ પરથી ગેરકાયદેસર રીતે દારુ લઈ જતા ઈસમને રૂપિયા...

ઝાલોદ ધાવડીયા ચેક પોસ્ટ પરથી ગેરકાયદેસર રીતે દારુ લઈ જતા ઈસમને રૂપિયા ૨,૮૫,૧૨૦/- નાં મુદ્દામાલ સાથે પકડવામાં મળેલ સફળતા

નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ. ભરાડા પંચમહાલ ગોધરા રેન્જ ગોધરાનાઓની સુચના મુજબ જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા દાહોદનાઓએ અસામાજીક પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવી સદંતર નેસ્તનાબૂદ કરવા તેમજ લીસ્ટેડ પ્રોહી બુટલેગરો ઉપર તેમજ પ્રોહી/જુગારની પ્રવૃતિ સાથે અગાઉ સંડોવાયેલ ઈસમો તેમજ ગેરકાયદેસર દારૂની હેરાફેરી / પરીવહન કરી વાહનો ચેક કરવા તેમજ એવા ઇસમોના આશ્રય સ્થાનો ઉપર પરીણામલક્ષી કામગીરી કરવા તેમજ નાકાબંધી વોચ રાખી પ્રોહી/જુગારના કેશો શોધી કાઢવા માટે ડ્રાઇવ રાખી સુચના આપેલ તે મુજબ તા. ૦૪/૦૯/૨૦૨૨ ના રવિવારના રોજ રાત્રીના ૦૭:૪૫ વાગે ધાવડીયા ચેક પોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતી એક સફેદ કલરની રેનોલ્ડ ક્વીડ ફોર વ્હીલર GJ.01.HZ.5453 આવતા પોલિસ દ્વારા રોકવામાં આવી હતી, ગાડી ઉભી રાખી ડીકી ચેક કરાતા ગાડીની પાછળની શીટ પર વિમલના થેલામાં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ મળી આવેલ હતો. જેની કિમત આસરે રૂ.૩૦,૧૨૦/- અને ગાડીની કીંમત અંદાજીત રૂ. ૨,૫૦,૦૦૦/- અને એક રૂ. ૫,૦૦૦/- નો મોબાઇલ મળી કુલ રૂ. ૨,૮૫,૧૨૦/- નોં મુદ્દામાલ જપ્ત કરી ગુન્હો નોંધી ઝાલોદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments