તાલુકા કક્ષાનો ફરીયાદ નિવારણ સ્વાગત કાર્યક્રમ ૨૭મી એપ્રિલે યોજાશે

0
431

logo-newstok-272Editorial Desk – Dahod

લોકોની સુખાકારી વધારવા, ફરીયાદોનું સમયસર નિવારણ થાય, લોકપ્રશ્નનો/ફરીયાદો જે તે કક્ષાની સ્થાનિક કચેરી દ્વારા નિકાલ થાય અને સચિવાલય સુધી લોકોને આવવું ન પડે તેવા શુભ આશયથી રાજય સરકાર દ્વારા શરૂ કરાયેલ તાલુકા કક્ષાના ફરીયાદ નિવારણ સ્વાગત કાર્યક્રમ દાહોદ જિલ્‍લાના ૮ (આઠ) તાલુકા મથકોએ સબંધિત મામલતદાર કચેરી ખાતે મામલતદારના અધ્યક્ષસ્થાને આગામી તારીખ ૨૭/૦૪/૨૦૧૬ ના રોજ સવારે ૧૧-૦૦ થી ૧૨-૦૦ કલાક દરમિયાન યોજાશે.

તાલુકા કક્ષાને લગતા પ્રશ્નો સંબધિત કચેરીમાં તા. ૧૧/૦૪/૨૦૧૬ સુધીમાં મોકલી આપવાના રહેશે. પ્રશ્ન મુજબ અલગ અલગ અરજી આપવા તથા અરજી પર ફરીયાદ નિવારણ “તાલુકા સ્વાગત કાર્યક્રમ” લખવાનું રહેશે. એમ નિવાસી અધિક કલેકટર કે. જે. બોર્ડર અમારા પ્રતિનિધિને જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here