દાહોદના ઈન્દોર રોડ પર આવેલ શ્રી સ્વામી નારાયણ મંદિર ખાતે ભગવાન સ્વામી નારાયણનો જન્મોત્સવ ધામધુમથી ઉજવાયો.

0
290

Keyur A. Parmar

logo-newstok-272-150x53(1)KEYUR PARMAR – DAHOD BUREAU

 

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદ ખાતે ઈન્દોર રોડ પર આવેલ બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા સ્થપાયેલ ભગવાન શ્રી સ્વામી નારાયણ મંદિરમાં તા.૦૫/૦૪/૨૦૧૭ બુધવાર એટ્લે કે ચૈત્ર સુદ નોમના દિવસે ભગવાન શ્રી સ્વામી નારાયણની જન્મજયંતિ ખૂબ જ ધામધુમ પૂર્વક સેંકડો હરિભક્તો દ્વારા ઉજવવામાં આવી. આ પ્રસંગે વિવિધ પ્રવચન માળા, કીર્તન ભક્તિ, તેમજ ભગવાન શ્રી સ્વામી નારાયણ ની એનિમેશન ફિલ્મ દ્વારા તેમના પ્રગટ્યના હેતુ, કાર્યો, સાધના, વગેરે ઉપર સચોટ રીતે પ્રકાશ પાથરવામાં આવ્યો હતો.
આજ રોજ મર્યાદા પુરસોત્તમ શ્રી રામ ભગવાનો જન્મ બપોરના ૧૨:૦૦ કલાકે થયો હતો અને આ દિવસે રાત્રિના ૧૦:૧૦ કલાકે ભગવાન શ્રી સ્વામી નારાયણનો પણ જન્મ થયો હતો. આ પ્રસંગે મંદિરમાં ૧૦:૧૦ કલાકે ભગવાનના જન્મ સમય પછી હરિભક્તો દ્વારા ગરબા ગાઈ તથા ભજન કીર્તન કરી આરતી કરી હતી ત્યારબાદ ભગવાન શ્રી સ્વામી નારાયણની મુર્તિને પારણામાં બધા હરિભક્તોએ ઝુલાવી પોતે ધન્યતા અઅનુભવી હતી.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here