દાહોદના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે ભાઈબીજના પવિત્ર તહેવારે ભવ્ય અન્નકૂટ ઉજવવામાં આવ્યો

0
233

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના ઇન્દોર રોડ પર આવેલ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે આજે તા.૨૯/૧૦/૨૦૧૯ ને મંગળવારના રોજ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી વિનમ્રસ્વરૂપ સ્વામી અને વેદપ્રિય સ્વામીના માર્ગદર્શનમાં ભવ્ય અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું. આ અન્નકૂટમાં અંદાજે ૫૦૦ જેટલી વાનગીઓ ભગવાન સ્વામિનારાયણને ધરાવવામાં આવી હતી. જેમાં અલગ અલગ પ્રકારના ફળો, મીઠાઈઓ, ફરસાણ, અલગ અલગ પ્રકાર બિસ્કિટ, સરબત, ઠંડપીણાં તથા મુખવાસ ભગવાનને ધરાવવામાં આવ્યા હતા. સૌ હરિભક્તો એ મંદિરમાં તથા મંદિરના સભાખંડમા બેસીને અન્નકૂટ દર્શનનો લાભ લીધો હતો.

આજ રોજ સવારમાં ૧૦:૩૦ કલાકે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં આ અન્નકૂટ પ્રસંગે સૌ પ્રથમ સંતો દ્વારા ધૂન – પ્રાર્થના – કીર્તન – થાળ ગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ આરતી ઉતારવામાં આવી હતી. ત્યારપછી વેદપ્રિય સ્વામી દ્વારા સત્સંગમાં કેવી રીતે નિષ્ઠા દ્રઢ થાય તેના ઉપર કથાવાર્તા કરવામાં આવી અને વિનમ્રસ્વરૂપ સ્વામી દ્વારા ભગવાન સ્વામિનારાયણની પરાવાણી વચનામૃત દ્વારા કથાવાર્તાનો લાભ સૌ હરિભક્તોને આપવામાં આવ્યો હતો. અંદાજે ૧૫૦૦ જેટલા હરિભક્તોએ અન્નકૂટ દર્શનનો લાભ લીધો હતો. અન્નકૂટ દર્શનની પૂર્ણાહુતિમાં સૌ હરિભક્તોને પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ દ્વારા વિડીયોના માધ્યમથી આશીર્વાદ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ સૌ હરિભક્તો માટે ભોજન પ્રસાદી રાખવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here