લીમખેડા સર્કિટ હાઉસ નજીક હાઇવે રોડ ઉપર ગત મોડી રાત્રે ચાલુ ટ્રકના એન્જીનમા આકસ્મીક આગ ભભુકી ઉઠી હતી, જેના લીધે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ટ્રકમા આગ લાગવાની ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડ ની ટીમ ઘટના સ્થળે આવી પહોચી હતી અને પાણીનો મારો ચલાવી ટ્રકમા લાગેલી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ટ્રકમા આગ લાગતા ટ્રક ચાલકે ટ્રકને ઉભી રાખી બહાર નિકળી જતા તેનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનામા કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ આગમા ટ્રક બળીને ખાખ થઈ જવા પામી છે. આ ઘટના બનતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી.
દાહોદના લીમખેડા સર્કીટ હાઉસ નજીક ટ્રકમા આગ લાગી હોવાની ઘટના સામે આવી
RELATED ARTICLES