આજ રોજ ઝાયડસ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, દાહોદ ખાતે ૭૦ વર્ષીય પુરુષ રહેવાસી ઝાબુઆ, મધ્યપ્રદેશના દર્દી જેઓને છાતીના ડાભી બાજુ લાંબા સમયથી ગાઠ હતી. જેના માટે તેમને અલગ અલગ હોસ્પિટલમાં બતાવ્યું હતું, છેલ્લે ઝાયડસ હોસ્પિટલ, દાહોદ ખાતે બતાવવામાં આવ્યું હતું, જ્યાં બધી તપાસ કરતા તે ગાઠ કેન્સર ની છે તેમ જાણવા મળ્યું અને ઝાયડસ હોસ્પિટલ, દાહોદ ખાતે સફળ ઓપરેશન કરવામાં આવ્યું. જેના સર્જન નિષ્ણાતો ડો.મધુકર વાઘ, ડો.કમલેશ ગોહિલ, ડો.રાહુલ પરમાર, ડો.સારવ, તેમજ એનેસ્થેસિયામાં ડો.આયુષી સિંઘલ તથા તેમની ટીમ વડે આ સફળ ઓપરેશન કરવામાં આવ્યું.
વધુમાં સ્તન કેન્સર મોટા ભાગે સ્ત્રીઓમાં જોવા મળે છે, પરંતુ પુરુષોમાં પણ ૧% કેસમાં આ કેન્સર જોવા મળે છે.
દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ઝાબુઆ, મધ્યપ્રદેશના ૭૦ વર્ષીય પુરુષની કેન્સરની ગાંઠનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું
RELATED ARTICLES