દાહોદની નવજીવન સાયન્સ કોલેજના N.S.S. વિભાગ દ્વારા ઉ. બુ. આશ્રમ શાળા, નગરાળા મુકામે સપ્ત દિવસીય સ્વછતા – જનજાગૃતિ ગ્રામ શિબિરનું કરવામાં આવ્યું આયોજન

0
164

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

નવજીવન સાયન્સ કોલેજ , દાહોદ ના N.S.S. વિભાગ દ્ધારા સ્વછતા – જનજાગૃતિ ગ્રામ શિબિરનું ઉદ્ઘાટન તા.૧૦/૦૨/૨૦૨૦ સોમવારના રોજ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા સંલગ્ન અને દાહોદ અનાજ મહાજન સાર્વજનિક અેજયુકેશન સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજ દાહોદના N.S.S. વિભાગ દ્ધારા તા.૦૯/૦૨/૨૦૨૦ થી તા.૧૫/૦૨/૨૦૨૦ દરમિયાન સાત દિવસીય સ્વછતા – જનજાગૃતિ ગ્રામ શિબિરનું આયોજન ઉ. બુ. આશ્રમ શાળા, નગરાળા મુકામે કારવામાં આવેલ છે. શિબિરના ઉદ્ઘાટન સમારોહમાં સમારોહના અધ્યક્ષ અને ઉદ્ઘાટક તરીકે શ્રી ગાયત્રી વિદ્યાલય,જાદાખેરીયાના પ્રિન્સિપાલ વિષ્ણુભાઇ પટેલ સર તેમજ અતિથિ વિશેષ તરીકે ગોપાલભાઇ ધાનકા સર, મેનેજિંગ ટ્રસ્ટી ગુર્જર ભારતી ટ્રસ્ટ દાહોદ અને જવશીંગભાઇ માવી સર, નગરાળા સરપંચ હાજર રહ્યા હતા. સમારોહમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના એક્ઝિકયુટિવ કાઉન્સિલના સભ્ય ડૉ.રિતાબેન રાય મેડમ તેમજ તમામ સ્ટાફ સભ્યો અને શાળાના સ્ટાફ સભ્યોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.આ કાર્યક્રમમાં N.S.S. ના સ્વયંસેવકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન N.S.S. પ્રોગ્રામ ઓફિસર ડો.એસ.એ.પટેલના માર્ગદર્શન હેઠળ સ્વયંસેવકો દ્ધારા કરવામાં આવ્યું હતું .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here