Friday, December 27, 2024
Google search engine
HomeUncategorizedદાહોદની મુલાકાતે પધારશે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, જિલ્લા પ્રમુખ અને મહામંત્રીએ...

દાહોદની મુલાકાતે પધારશે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, જિલ્લા પ્રમુખ અને મહામંત્રીએ સભા સ્થળની લીઘી મુલાકાત

જીલ્લા ભાજપ સંગઠન વ્યવસ્થા અને આયોજનમાં જોતરાયુ.

તા. ૨૪ જૂન ના રોજ પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ દાહોદમાં વિશાળ જાહેર સભાને સંબોધન કરવા માટે પધારી રહ્યા છે. જેમાં હજારોની સંખ્યામાં પેજ પ્રમુખ, પેજ સદસ્ય, પ્રમુખ થી લઈ પાર્ટીના નાના મોટા તમામ પદાધિકારીઓ, ચૂંટાયેલા સદસ્યો થી લઈને પાર્ટીના તમામ પદાધિકારીઓને સંબોધન કરશે.

તારીખ ૨૪ જૂન ૨૦૨૩ ના રોજ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રદેશ પ્રમુખ પેજ સમિતિના પ્રણેતા એવા સી.આર. પાટીલ સાહેબ દાહોદ ખાતે જાહેરસભા સંબોધવા માટે પધારી રહ્યા છે. માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સરકારને કેન્દ્રમાં નવ વર્ષ થયા છે. અને સરકારે સુશાસન સારી રીતે ચલાવ્યું એ બાબતોને લઈને જન જન સુધી સુશાસનની વાત પહોંચે, કરેલા કામોની વાત જન સુધી લઈ જવા માટે કાર્યકર્તાઓ માધ્યમ બને તે માટે પ્રદેશ અધ્યક્ષ દાહોદ ખાતે સવારના ૦૯:૩૦ વાગે પધારી રહ્યા છે. જેના અનુસંધાનમાં ભારતીય જનતા પાર્ટી એ દાહોદ જિલ્લાએ સંગઠનની બેઠક બોલાવી અને આ જનસભામાં હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ પદાધિકારીઓ સાથે સાથે જનતા પણ જોડાય તે માટે સુવ્યવસ્થા જળવાય તેવું આયોજન થાય જેમાં ઝીણી ઝીણી બાબતોને લઈ સંખ્યાથી લઈ વ્યવસ્થા થી લઇ તમામ બાબતોનું આયોજન કરવામાં આવ્યું હતું.

ત્યારે આજ રોજ સભા સ્થળની મુલાકાતે જિલ્લા ભાજપના પ્રમુખ શંકરભાઈ આમલીયાર, જિલ્લા મહામંત્રી નરેન્દ્ર સોની, સ્નેહલ ધરિયા એ મુલાકાત લઈ અને જરૂરી સૂચનો કર્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments