દાહોદ જિલ્લાની લીમખેડા વિધાનસભા બેઠક ઉપર થી તા.૧૫/૧૧/૨૦૨૨ ને મંગળવારના રોજ ૧૩૧, લીમખેડા વિધાનસભાના ઉમેદવાર શૈલેષ ભાભોરએ નામાંકન કર્યું હતું. બપોરના લીમખેડાના પાલ્લી ગામે એક સભા યોજાઈ હતી, જેમાં દેવગઢ બારીયા ધારાસભ્ય બચુભાઈ ખાબડ, સાંસદ જસવંતસિંહ ભાભોર , ભાજપ જિલ્લા મહામંત્રી સ્નેહલ ધરિયા તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તા અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ સભા પછી જંગી રેલી સ્વરૂપે કાર્યકર્તાઓ વાજતે ગાજતે લીમખેડા મામલતદાર કચેરીએ પહોંચી અને શૈલેષ ભાભોરએ નામાંકન કર્યું હતું. અને આ વખતે ગયા વખત કરતા બમણી લીડથી જીતીશું તેવી આશા વ્યક્ત કરી હતી.
HomeLimkheda - લીમખેડાદાહોદની 131 લીમખેડા વિધાનસભા માટે દાહોદ જિલ્લા ભાજપ દ્વારા લીમખેડા ભાજપના ઉમેદવારનું...