Friday, January 3, 2025
Google search engine
HomeBig Breakingદાહોદમાં કેન્દ્રીય આદિજાતિ મંત્રી અર્જુન મુંડાની હુંકાર નરેન્દ્ર મોદીએ આદિવાસીઓ નું સન્માન...

દાહોદમાં કેન્દ્રીય આદિજાતિ મંત્રી અર્જુન મુંડાની હુંકાર નરેન્દ્ર મોદીએ આદિવાસીઓ નું સન્માન કર્યું છે અને વિકાસ કર્યો છે

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA

દાહોદના શ્રી કમલમ કાર્યાલયની પાસે અગ્રેસર ગુજરાત સંકલ્પ પત્ર અંગે એક સભાનું થયું આયોજન – કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા અને પરસોત્તમ રૂપાલા રહ્યા ઉપસ્થિત

દાહોદમાં અગ્રેસર ગુજરાત સંકલ્પ પત્ર સભામાં દાહોદ જિલ્લા સાંસદ જસવંતસિંહ ભાભોરએ કર્યું હતું સ્વાગત પ્રવચન.
પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે આ ગુજરાત અગ્રેસર સંકલ્પ યાત્રા માટે હું અમારા ભાજપના અગ્રણીઓનો આભાર માનું છું અને આજે આપણા કેન્દ્રીય ટ્રાઈબલ અફેર્સ મિનિસ્ટર અર્જુન મુંડા માત્ર ઝારખંડના નહિ તેઓ સમગ્ર ભારતના આદિવાસી નેતા છે અને તેમને કહેતા મને ગર્વ થાય છે કે આદિવાસી જનજાતિ લાગતી જે નીતિઓ બની છે અથવા ઘડવામાં આવી છે તે તમામ નીતિઓમાં અર્જુન મુંડા નો સહકાર હોય છે અને તે આ કમિટીમાં ઉપસ્થિત હોય છે.

THIS NEWS IS POWERED BY –– AVSAR PUJAPA & DECORATION

અર્જુન મુંડા એ કહ્યું કે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી આદિવાસીઓને યાદ કરવામાં આવ્યા છે. જેના પરિણામ છે ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, બિર્સા મુંડા યુનિવર્સિટી બનાવી છે, પરંતુ ભૂતકાળમાં ભાજપ રાજ નહોતું ત્યારે એ લોકોએ આદિવાસીઓને તેમના બલિદાનને ભૂલાવ્યું છે એટલે જ્યારે હવે તમારો મત અધિકારનો ઉપયોગ કરવાનો છે ત્યારે ભાજપને મત આપી મજબૂત બનાવીએ જેથી ભાજપ દ્વારા આદિવાસીઓને જે સન્માન મળ્યું છે અને એક આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવમાં આવી છે ત્યારે આપણા ફરજમાં આવે છે કે આપણે ગર્વ લેવો જોઈએ અને ભાજપ ને મત આપી આપણે આદિ જાતને વડું મજબૂત કરવી જોઈએ દેશના ખૂણે ખૂણે એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ ખુલી છે અને આદિવાસી બાળકોને સંપૂર્ણ સુવિધાઓ સાથે શિક્ષા મળે તે માટે આ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. મારું આદિવાસી ભાઈઓને નિવેદન છે કે દેશને વિકાસની હરોળ તરફ લઈ જતા આપણા દેશના વડાપ્રધાનને આપણે અપણો સહકાર આપીએ અને દેશના વિકાસમાં આપણ ફાળો આપીએ.

આ કાર્યક્રમ માં દાહોદ જિલ્લા પ્રમુખ શંકરભાઈ આમલિયાર, સાંસદ જશવંતસિંહ ભાભોર, ધારાસભ્ય બચુભાઈ ખાબડ, શૈલેષભાઈ ભાભોર, ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઇ કટારા, દાહોદ વિધાનસભાના ઉમેદવાર કનૈયાલાલ કિશોરી, પૂર્વ ધારાસભ્ય મહેશભાઇ ભુરીયા, મહામંત્રી સ્નેહલભાઈ ધરિયા, નરેન્દ્રભાઇ સોની અને જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.

CLEAN YOUR HAND REGULARLY WITH OXI9 POMEGRANATE HAND SANITIZER

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments