દાહોદમાં મહાવીર જન્મ કલ્યાણકની ઉત્સાહ અને ઉમંગભેર પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે ઉજવણી થઈ

0
219

 

 

THIS NEWS IS SPONSORED BY : RAHUL MOTORS

સમગ્ર વિશ્વમાં રહેતા શ્રી સ્વેતાંબર મૂર્તિપૂજાક જૈનો દ્વારા પાવન પર્વ પર્યુષણની શરૂઆતથી આરાધનાઓ શરૂ કરવામાં આવી દેવામાં આવી હતી. ત્યારે સમગ્ર પર્વ પર્યુષણનો સૌથી મોટો દિવસ ગણાતો એવો એકમનો દિવસ. જે દિવસે જૈનો 24માં તીર્થંકર શ્રી મહાવીર સ્વામી ભગવાન કે જેઓએ વિશ્વને જીઓ ઓર જિને દો નો સંદેશ આપ્યો તેવા અહિંસાના પરમ આગ્રહીના જન્મ કલ્યાણકની આજે દાહોદ પ્રસંગ પાર્ટી પ્લોટ, સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

આ ઉજવણી પહેલા કલ્પસૂત્રના વાંચન પછી સવારે આ કાર્યક્રમમાં લાભ લેવા માટે વિવિધ ઉછામણીઓ બોલવામાં આવી હતી. અને જેમો માતા ત્રિશલાને જે 14 સ્વપ્ન આવ્યા હતા તે તમામ સ્વપ્નું અવતરણ કરવાની ઉછામણી મણમાં બોલાઈ હતી. ત્યાર બાદ 14 સ્વપ્નોની અલગ અલગ ઉછમણીઓ થઈ હતી જેમાં શ્રી લક્ષ્મીદેવીની ઉછમણી સૌથી ઊંચી ગઈ હતી.

આ ઉછમણીઓ બાદ બપોરે 01:00 વાગ્યાથી પાછું કલ્પસૂત્રનું વાંચન શરૂ થઈ ગયું હતું. અને 24માં તીર્થંકર ભગવાન શ્રી મહાવીર સ્વામી જન્મનું વાંચન શરૂ થયું હતું. પ્રભુના જન્મ પહેલાં તેમને પારણામાં ઝુલાવાની ઉછમણી પણ બોલાઈ હતી. વાંચન આગળ વધતા પ્રભુના જન્મની ઘડી આવી અને એકદમ શાંતિ વચ્ચે પ્રભુના જન્મનું વાંચન થયું અને ઢોલ નગર વાગ્યા અને શ્રીફળો વધેરાયા. અને ત્યારબાદ તમામ શ્રાવકોએ પ્રભુને પારણે ઝુલાવ્યા. ત્યાંથીએ પારણું અને  સ્વપ્નો લઈ પ્રભુની શોભાયાત્રા નીકળી અને તે પ્રસંગ પાર્ટી પ્લોટ થઈ મંડવાવ રોડ થઈ હનુમાન બજાર ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસર પહોંચી ત્યાંથી શ્રાવક હેતલ ચંપકલાલ પૂજારીજીના ત્યાં આ પારણું અને સ્વપ્નુંની શોભાયાત્રા લઈ જવામાં આવી હતી. આમ સમગ્ર પર્યુષણ દરમિયાન સૌથી મોટો અને મહત્વના દિવસ તરીકે સ્થાપિત આ એકમના દિવસની સમગ્ર દાહોદ સમગ્ર જૈન સંઘ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here