દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદની A.B.V.P. (અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ) દાહોદ શાખા દ્વારા ગત તા.૦૨/૦૧૨/૨૦૧૯નેે સોમવારના રોજ નવજીવન સાયન્સ કોલેજના ગેટ બહાર હૈદરાબાદમાં બનેલ બળાત્કાર અને હત્યાની ઘટનાને અનુલક્ષી બળાત્કારીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે પૂતળા દહન કરી ડો. પ્રિયંકા રેડીને ભાવભિની શ્રદ્ધાંજલિ આપવામાં આવી. તેમજ ગુનેગારોને ફાંસીની સજા આપવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્ધારા કાનુની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ A .B.V.P. (અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ) દાહોદ શાખાના કાર્યકર્તાઓ દ્ધારા કારવામાં આવી હતી.
