દાહોદ એમ.એન્ડ.પી હાઈસ્કૂલ પેપર  લીક મામલે 2 શિક્ષકોને ફરજ પરથી મોકૂફ કરતા જિલ્લા કલેકટર અને શિક્ષણ અધિકારીને શિક્ષક સંઘે આપ્યું આવેદન 

0
472
માર્ચ 2018 ની એસ.એસ.સી. બોર્ડની પરિક્ષા દરમ્યાન M. & P. High School માં બનેલ પેપર લીક બનાવના સંદર્ભે થોડા દિવસો અગાઉ આ શાળામા માધ્યમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા ૨ (બે) શિક્ષકો નિષાબેન પટેલ અને અને જયદીપ પટેલ કે જેઓને આ બનાવ સાથે કોઇ લેવા દેવા નથી અને સાથે સાથે તેઓ તે દિવસે શાળામા હાજર પણ ન હતા તેમ છતાં તેઓને સંચાલક મંડળના પ્રમુખ દ્વારા ખોટો રાગ દ્વેષ રાખીને આ બંને શિક્ષકોને ફરજ મોકૂફીનો આદેશ આપ્યો છે.
તેનો અમો શિક્ષકો વિરોધ કરીએ છીયે અને તે બાબતે સત્વરે યોગનિર્ણય લેવા માટે અમોએ (1) કલેક્ટર, દાહોદ, (2) પોલીસ અધિક્ષક, દાહોદ, (3) જીલ્લા શિક્ષણાધિકારી, દાહોદ અને (4) પ્રમુખ, મોહમ્મદનિયાહ એન્ડ પંજતનિયાહ સોસાયટી. ને આવેદનપત્ર આપ્યુ છે . આ આવેદન આપવામાં માધ્યમિક શિક્ષક સંઘના શિક્ષક અને શિક્ષિકાઓએ સહકાર આપીને અને કલેકટર કચેરી ખાતે સુત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. શિક્ષકોએ તાનાશાહી નહિ ચલેગી જેવા સૂત્રોચ્ચાર કાર્ય હતા.
આ બાબતે શિક્ષિકા નિશાબેન પટેલે તેઓની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓને ખોટી રીતે માનસિક ત્રાસ અપાય છે કારણકે જે ઘટના માટે મને જવાબદાર ઠેરવે છે તે દિવસે હું નથી શાળા એ ગઈ કે કેમ્પસમાં હતી અને આ તો માત્ર મને હેરાન કરવાનું ષડયંત્ર છે. અને જો મને આવી રીતે વધારે હેરાન કરશે તો હું માનવ અધિકાર પંચને રજૂઆત કરીશ અને ન્યાય મેળવીને રહીશ.
શિક્ષક સંઘના મંત્રી નીલકંઠ ઠક્કરએ જણાવ્યું હતું કે કલેકટરને આ આવેદન પત્ર આપતા રજુઆત કરી હતી કે જો ઘટનાનો દિન ૫ (પાંચ) માં યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો માધ્યમિક  શિક્ષક સંઘ દ્વારા જવલંત આંદોલન અને ધારણા કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here