દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદના પરેલ વિસ્તારમાં આવેલ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં “નારાયણ કાશી એકેડેમી” દ્વારા સ્વ. જયકિશન બારી મેમોરીઅલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે દાહોદ નગર પાલિકા કાઉન્સિલર સુજાન કિશોરી તથા નગર પાલિકાનાં રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગના ચેરમેન શ્રીમતી ફાતેમાબેન કપૂર, અનિલ પલાસ (અનાડી) હાજર રહ્યા અને તેઓના વરદ્હસ્તે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ.
આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં દાહોદ જિલ્લાની ૧૬ ટીમ એ ભાગ લીધો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટ એક અલગ પ્રકારના નિયમોથી શરૂ કરવામાં આવેલ હતી. આ ક્રિકેટ ટુર્નામેન્ટ ફક્ત ૪ – ૪ ઓવર ની હતી અને તેમાં ૧, ૨, ૩ અને ૪ રન જ લઈ શકતા હતા અને જો કોઈ ખિલાડી ૬ રન માટે તો તે આઉટ જાહેર કરવામાં આવતો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ માં એન.કે. – ઇલેવન અને ફિલ્ટર ઇલેવન વચ્ચે રમાઇ હતી જેમાં એન.કે. ઇલેવનની ટીમ વિજેતા બની હતી.
આ કાર્યક્રમના આયોજક નતીનભાઈ બારીએ આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કાર્યું હતું. મહેમાન તરીકે દાહોદ જિલ્લાના ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા રિપોર્ટર પણ હાજર રહ્યા હતા. અને “નારાયણ કાશી એકેડેમી” દાહોદ તરફથી મીડિયા કર્મીઓનું મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં દાહોદના દિવ્યાંગ ન્યુઝનાં નેહલભાઈ શાહ, ડીડી ન્યુઝનાં પ્રેમશંકર કડિયા, દિવ્યાંગ ન્યુઝના કેમેરામેને હિમાંશુ પરમાર, ન્યૂઝટોક24 નાં એક્ઝિક્યુટિવ એડિટર કેયુર પરમાર, સુભાષભાઈ એલાણી, નીલ ડોડિયાર, અનિલ રાઠોડ, મહેશ વર્મા, દિનેશ પરમાર, અક્ષય પરમાર, કિશોર સોલંકી, કુલદીપ ઉપાધ્યાય, પ્રતિક શર્મા, પ્રદીપ પ્રજાપતિ, મહેશ બિલવાલ હાજર રહ્યા હતા. સાથે સાથે શ્રી ખોડિયાર કાઠિયાવાડી હોટેલના MD અમિત જૈન. ઓનર બાબુભાઇ જૈનનું પણ સમ્માન કરવામાં આવ્યું. મીડિયા અને નગરપાલીકાના કાઉન્સિલર અને એન. કે. એકેડેમીની ટીમએ આ સમગ્ર ક્રિકેટ ટ્રુનમનેટને સફળ બનાવી હતી.